યમુનોત્રીના પદયાત્રી માર્ગમાં ચક્કાજામનો વિડીયો વાયરલ થયો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
યમુનોત્રીના પદયાત્રી માર્ગમાં ચક્કાજામનો વિડીયો વાયરલ થયો 1 - image


- ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડ

- રેકોર્ડ 23 લાખ શ્રદ્ધાળુઓના ચારધામ માટેના રજિસ્ટ્રેશન વચ્ચે અવ્યવસ્થાએ ચિંતા વધારી

યમુનોત્રી : અનેક વિસ્તારોમાં ગાડીઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય છે. પરંતુ, યમુનોત્રી ધામના કપાટ ખુલતા સાથે જ માનવ મહેરામણના કારણે માણસોનો જામ જોવા મળી રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, યમુનોત્રીમાં શ્રદ્ધાળુઓ કલાકો સુધી પોતાના સ્થાન પર ધક્કા-મુક્કી વચ્ચે ઊભા રહ્યાં છે. 

ચારધામ યાત્રાની શરૂઆત શુક્રવારે કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના કપાટ ખુલવા સાથે થઈ હતી. હવે, આ યાત્રાના એક વાયરલ વિડીયોએ ચિંતામાં વધારો કર્યો છે. આ વિડીયોમાં પહાડી માર્ગ પર ભક્તોની ચપોચપ ભીડ જોવા મળી રહી છે.જાનકી પટ્ટી અને યમુનોત્રી ધામ વચ્ચેના પદયાત્રી માર્ગના વાયરલ વિડીયોએ ભક્તોની સલામતી અંગે ચિંતા ઊભી કરી છે. 

સોશિયલ મીડિયા યુઝર્સ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ભક્તોએ ફરિયાદ કરી છે કે, તેમને કલાકો સુધી લાઈનમાં રાહ જોવી પડી રહી છે. આ સાથે જ તેમણે ઉત્તરાખંડ સરકાર પર ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો. 

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ૩૦,૦૦૦ શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા. એક રિપોર્ટ મુજબ, ચારધામ યાત્રા માટે લગભગ ૨૩ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ચારધામ યાત્રા માટે ૨૩ લાખ ૫૭ હજાર ૩૯૩ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.


Google NewsGoogle News