Get The App

અંતિમ સંસ્કારમાં ભારે ગેરવ્યવસ્થા મનમોહન સિંહનું અપમાન : કોંગ્રેસ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
અંતિમ સંસ્કારમાં ભારે ગેરવ્યવસ્થા મનમોહન સિંહનું અપમાન : કોંગ્રેસ 1 - image


- તિરંગો સોંપતી વખતે પીએમ ઉભા ના થયા, દુરદર્શને માત્ર મોદીને જ દેખાડયા

- કોંગ્રેસ મનમોહનસિંહના અંતિમ સંસ્કાર મુદ્દે રાજકારણ કરી રહી છે, તમામ આરોપ જુઠા ઃ ભાજપ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના અસ્થિને રવિવારે દિલ્હીના મજનૂ કા ટીલા સ્થિત ગુરૂદ્વારામાં લાવવામાં આવ્યા હતા, જે બાદ મનમોહનસિંહના પરિવારજનોએ અસ્થિ યમુનામાં વિસર્જિત કરી દીધા હતા. મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારને લઇને વિવાદ પણ સામે આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારમાં સરકારની ભારે ગેરવ્યવસ્થા સામે આવી, અયોગ્ય વ્યવસ્થાને કારણે મનમોહનસિંહનું અપમાન કરાયું.   

નરસિમ્હા રાવના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના નેતા નહોતા આવ્યા, સ્મારક માટે જગ્યા નહોતી આપી ઃ ભાઇ મનોહર

કોંગ્રેસના નેતા પવન ખેરાએ અનેક આરોપો લગાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરાઇ ત્યારે માત્ર દુરદર્શન સિવાય અન્ય કોઇ જ ન્યૂઝ એજન્સીને લાઇવ ટેલિકાસ્ટની છૂટ ના મળી, જ્યારે દુરદર્શને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જ ધ્યાન આપ્યું, મનમોહનસિંહના પરિવારનું કવરેજ જ ના કર્યું. મનમોહનસિંહના પરિવારજનો માટે આગલી હરોળમાં માત્ર ત્રણ જ ખુરસીઓ રાખવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ પરિવારના અન્ય લોકો માટે ખુરસીઓ ખાલી કરી આપી. જ્યારે તોપોની સલામી અપાઇ રહી હતી અને રાષ્ટ્રધ્વજને વિધવાને સોંપાઇ રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી પોતાની જગ્યાએ ઉભા નહોતા થયા, અમિત શાહના મોટરકેડે સમગ્ર અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં વિક્ષેપ પેદા કર્યો, મહમોહનસિંહના પરિવારની કાર બહાર ફસાયેલી રહી. દરવાજો બંધ કરી દેવાયો હતો. 

જ્યારે ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ મનમોહનસિંહના મૃત્યુ પર રાજકારણ કરી રહી છે, અગાઉ પણ દુરદર્શનને જ કવરેજની છૂટ મળી હતી, સંરક્ષણ મંત્રાલયને કાર્યક્રમના કવરેજ સાથે કઇ લેવાદેવા નથી, અંતિમ સંસ્કારના સ્થળે બેસવાની વ્યવસ્થા દિલ્હી પોલીસ સાથે ચર્ચા કર્યા બાદ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઇ હતી. ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ આરોપ લગાવ્યો હતો કે મનમોહનસિંહના અસ્થિનું વિસર્જન કરાયું ત્યારે કોંગ્રેસના કોઇ જ નેતા ઉપસ્થિત નહોતા રહ્યા. પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના ભાઇ મનોહર રાવે કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીવી નરસિમ્હાના અંતિમ સંસ્કાર સમયે સોનિયા ગાંધી નહોતા આવ્યા, તેમની એક પ્રતિમા પણ નથી લગાવી. સત્તામાં રહ્યા છતા તેમને ભારત રત્ન ના આપ્યો. 


Google NewsGoogle News