લુધિયાણામાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
લુધિયાણામાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ 1 - image

Image Source: Twiiter

- આગ પર કાબુ મેળવવા માટે 13 ફાયર વિભાગની ગાડીઓની મદદ લેવામાં આવી

લુધિયાણા, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર

પંજાબના લુધિયાણામાં ગીચ વસ્તી વાળો વિસ્તાર બાજવા નગરમાં સ્થિત એક કપડાની ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી ગઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનીની સૂચના નથી મળી. આગ પર કાબુ મેળવવામાં 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો જેમાં 13 ફાયર વિભાગની ગાડીઓની મદદ લેવામાં આવી હતી. ફેક્ટરીમાં રહેલા તૈયાક કપડા અને કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના કારણ વિશે હજુ સુધી જાણી શકાયુ નથી.

લુધિયાણાના બાજવા નગરમાં ત્રણ સગા ભાઈઓની ત્રણ કપડાની ફેક્ટરીઓ એક સાથે છે. જેમાંથી એકમાં સ્કૂલ ડ્રેસ તો બીજીમાં અન્ય ગારમેન્ટસ બને છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં કપડાંની રેક રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે સવારે 6:00 વાગ્યાની આસપાસ અચાનક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આ આગે જોત જોતામાં ત્રણેય ફેક્ટરીઓને લપેટમાં લઈ લીધી. 

ફેક્ટરીઓમાંથી નીકળતી આગની જ્વાળાઓને જોઈ ત્યાંથી પસાર થતા લોકોએ તેની સૂચના ફેક્ટરી માલિકોને આપી. લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આગ પર કાબુ ન મેળવી શક્યા. બીજી તરફ લગભગ અડધા કલાક બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ભીષણ આગ લાગવાથી ફેક્ટરીઓમાં રાખવામાં આવેલા કપડા અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી.


Google NewsGoogle News