Get The App

98 લોકોને એકસાથે જન્મટીપની સજા... 10 વર્ષ જૂના દલિત વિરોધી હિંસાના કેસમાં કોર્ટનો ફેંસલો

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
mass-sentencing


Violence Against Dalits: કર્ણાટકની સેશન્સ કોર્ટે દલિતો પર અત્યાચાર અને ભેદભાવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં 98 લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જેમાં ત્રણ ગુનેગારોને 5-5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જજ ચંદ્રશેખર સીની કોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો છે. આ મામલો લગભગ 10 વર્ષ જૂનો છે. આરોપીઓ પર 2 થી 5 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

શું છે મારાકુંબી ઉત્પીડન કેસ?

મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલો 2014નો છે. મારાકુંબી કર્ણાટકના ગંગાવતી તાલુકામાં આવેલા ગામમાં દલિતો પર અત્યાચાર અને ભેદભાવનો કિસ્સો સામે આવ્યો હતો. 29 ઓગસ્ટ 2014ના ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગામમાં દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમજ દલિતોને કરિયાણાની દુકાનમાં સામાન આપવામાં આવતો ન હતો. દલિતોને વાળંદની દુકાનોમાં પણ જતા અટકાવવામાં આવ્યા હતા.

આ હિંસા બાદ ત્રણ મહિનાઓ સુધી મારાકુંબી ગામમાં પોલીસ તૈનાત રહી હતી. રાજ્ય દલિત અધિકારી સમિતિએ પણ આ દમન સામે દેખાવો કર્યા હતા. કેટલાક મહિનાઓ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશન પણ સીઝ કરી દેવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ પર NIAનો સકંજો, તેના ભાઈ અનમોલ સામે 10 લાખનું ઈનામ જાહેર કર્યું

98 લોકોને એકસાથે આજીવન કેદની સજા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી વકીલ અપર્ણા બુંડીએ લડેલા આ કેસમાં આ પહેલીવાર છે જ્યારે દલિત અત્યાચારના કેસમાં 98 લોકોને એકસાથે આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ કેસમાં 117 લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન 16 લોકોના મોત થયા હતા. કુલ 101 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા પરંતુ 3 લોકોને ઓછી સજા મળી હતી કારણ કે તેઓ દલિત હતા અને તેમની સામે SC/ST એક્ટ 1989 હેઠળ ગુનો નોંધી શકાયો નથી. હાલ તમામ આરોપીઓ બેલ્લારી જેલમાં છે.

98 લોકોને એકસાથે જન્મટીપની સજા... 10 વર્ષ જૂના દલિત વિરોધી હિંસાના કેસમાં કોર્ટનો ફેંસલો 2 - image



Google NewsGoogle News