Get The App

ગાઝિયાબાદમાં ધર્મપરિવર્તનનો મોટો કારસો, લાલચ આપી 100 લોકોને ખ્રિસ્તી બનાવ્યાં, 4 ઝબ્બે

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગાઝિયાબાદમાં ધર્મપરિવર્તનનો મોટો કારસો, લાલચ આપી 100 લોકોને ખ્રિસ્તી બનાવ્યાં, 4 ઝબ્બે 1 - image


Image: Freepik

Conversion Gang Cought in Ghaziabad: ગાઝિયાબાદમાં નંદગ્રામ બાદ હવે મોદીનગર પોલીસે ધર્માંતરણ કરાવનાર ગેંગનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને ગેંગનું ધર્માંતરણ કરાવવાની રીત એક સમાન છે. પકડાયેલા આરોપી મેડીકલ સુવિધા, નોકરી અને લગ્નની લાલચ આપીને લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. પ્રારંભિક તપાસમાં સો થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવવાની વાત સામે આવી છે.

ડીસીપીએ જણાવ્યુ કે 22 સપ્ટેમ્બરે મોદીનગરની વિજયનગર કોલોનીના રહેવાસી સંગીતાએ મોદીનગર પોલીસ સ્ટેશનમાં એક પ્રાર્થના-પત્ર આપ્યુ હતુ. તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે જેઠનો છોકરો આશુ, સાસુ અશરફી અને સસરા કિશનપાલ તેમની પર ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરી રહ્યાં છે. તેમણે આરોપીઓને ના પાડી તો હત્યાની ધમકી આપવા લાગ્યા. હવે કેસ નોંધીને મોદીનગર પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

આ દરમિયાન પોલીસે આશુને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો તો તેને છોડાવવા માટે મોદીનગરની મોદીપોન કોલોની રહેવાસી પોલૂ મસીહ પોતાના બે સાથીઓ નોઈડા સેક્ટર-101 ના ગામ સલારપુર ખાદરના રહેવાસી પાસ્ટર રાસી બલિયાર અને દાદરી રોડ ગૌતમબુદ્ધનગર સ્થિત સલારપુર રહેવાસી છુટ્ઠૂ કુમાર શાહની સાથે પહોંચ્યા. પાસ્ટર રાસી બલિયાર મૂળરીતે જિલ્લા ગજાપતિ, ઓડિશાના ગામ સહરંગા અને છુટ્ઠૂ કુમાર શાહ બિહારના જિલ્લા રોહતાસ, ગામ રમરોઠાના રહેવાસી છે.

ડીસીપીના જણાવ્યા અનુસાર પોલૂસ મસીહ અને તેમના બંને સાથી પોલીસ કાર્યવાહીને ખોટી ગણાવતાં આશૂને છોડવાનું બિનજરૂરી દબાણ કરવા લાગ્યા. શંકા થવા પર ત્રણેયને ધરપકડમાં લઈને પૂછપરછ કરી તો તેમના મોબાઈલમાં ધર્માંતરણ સંબંધિત પુરાવા મળ્યા. તે બાદ શુક્રવારે ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવાઈ. 

આશુએ જણાવ્યુ કે પિતાના નિધન બાદ હું પોતાના દાદા-દાદીની સાથે ગૌતમબુદ્ધનગરના સલારપુર ગામમાં જઈને રહેવા લાગ્યો અને ત્યાં ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. મારા કાકી સંગીતા અને કાકા અજીત ગોવિંદપુરી સ્થિત પૈતૃક મકાનમાં રહે છે. તેમના દાદા-દાદીની ત્યાં ઘણી વખત અવર-જવર રહે છે. પોલૂસ, પાસ્ટર રાસી બલિયાર અને છુટ્ઠુ કુમાર શાહના સહયોગથી તે પોતાના કાકા-કાકીને પણ ધર્મ બદલવા માટે પ્રેરિત કરી રહ્યો હતો. 

આ પહેલા નંદગ્રામ પોલીસે ધર્માંતરણ કરાવનાર ગેંગનો ખુલાસો કરતાં ઈન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઈ જેરાલ્ડ મેથ્યૂસ મેસી સહિત પાંચ લોકોની ધરપકડ કરીને જેલ મોકલ્યા હતા.


Google NewsGoogle News