અગ્નિવીર યોજના બંધ કરો: રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ શહીદની માતાએ કરી માંગ
Martyr Anshuman Singh News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. રાહુલ ગાંધીએ શહીદના પરિવારને તમામ શક્ય મદદનો વિશ્વાસ આપ્યો હતો. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અંશુમાન સિંહની માતા મંજુ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અગ્નિવીર યોજના યોગ્ય નથી. સેનામાં તમામને સમાન સમ્માન મળવું જોઇએ.
રાહુલે શહીદના પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી
રાહુલ ગાંધી (Rahul Gandhi)ને મળ્યા બાદ શહીદ કેપ્ટન અંશુમાન સિંહ (Martyr Anshuman Singh)ના માતા અને પિતા રવિ પ્રતાપ સિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી. રવિ પ્રતાપ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ પુરા ઘટનાક્રમની જાણકારી મેળવી છે, તેમને પરિવાર વિશે પૂછ્યુ હતું. દેશ માટે તમારા પુત્રએ શહીદી વ્હોરી છે, તેને ક્યારેય ભુલાવી ના શકાય. રાહુલ ગાંધીએ વિશ્વાસ અપાવ્યો કે તેમને દરેક શક્ય મદદ મળશે.
અગ્નિવીર યોજના યોગ્ય નથી : અંશુમાન સિંહના માતા
અંશુમાન સિંહના માતા મંજુ સિંહે કહ્યું કે અગ્નિવીર યોજના (Agniveer Scheme) યોગ્ય નથી. સેનામાં તમામને સમ્માન મળવું જોઇએ. મંજુએ કહ્યું કે તેમને પક્ષ અને વિપક્ષ બન્ને પાસેથી સહયોગ મળી રહ્યો છે. સરકાર સારૂ કામ કરી રહી છે પરંતુ વધુ સારૂ કામ કરવાની જરૂર છે. પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચતા જ રાહુલ ગાંધીએ દરેક વર્ગના લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ ડૉક્ટર, વકીલ, ઉદ્યોગપતિ અને સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી, તેમની સમસ્યાઓને સાંભળી હતી અને સમાધાનનો વિશ્વાસ અપાવ્યો હતો.
રાહુલે સંસદમાં ઉઠાવ્યો હતો અગ્નિવીર યોજનાનો મુદ્દો
મહત્ત્વપૂર્ણ છે કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પણ રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ તેને સૈનિકોને અપમાનિત કરનાર ગણાવ્યો હતો. અગ્નિવીર યોજનાની તુલના રાહુલ ગાંધીએ ઠેકા મજૂરી સાથે કરી હતી, જેનો વિરોધ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્યારે સંસદમાં પણ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પર તેને લઇને કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું હતું.
સિયાચીન ગ્લેશિયરમાં શહીદ થયા હતા કેપ્ટન અંશુમન
19 જુલાઈ-2023ની સવારે સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેનાના અનેક તંબુઓમાં આગ લાગી હતી. આમાં દેવરિયાના રહેવાસી રેજિમેન્ટલ મેડિકલ ઓફિસર કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. અંશુમાન સિંહના લગ્ન પાંચ મહિના પહેલા 10 ફેબ્રુઆરીએ થયા હતા. કેપ્ટન અંશુમન 15 દિવસ પહેલા જ સિયાચીન ગયા હતા. કેપ્ટન અંશુમનને રાષ્ટ્રપતિ ભવનમાં મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરાયું હતું. તેમની પત્ની સ્મૃતિ અને માતા મંજુએ આ એવોર્ડ મેળવ્યો હતો.
અન્ય મહત્વના સમાચારો
• વડાપ્રધાન મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન, ભારતના લોકોને કર્યું સમર્પિત
• ‘યુદ્ધના મેદાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદ જરૂરી’, પુતિન સાથેની મુલાકાતમાં PM મોદી
• કેન્દ્રીય નાણામંત્રી સીતારામણનો ડીપ ફેક વિડીયો બનાવવો પડ્યો ભારે, ગુજરાત પોલીસે નોંધી FIR
• પન્નુના ખાલીસ્તાની આતંકી સંગઠન મામલે ભારત સરકારનો મોટો નિર્ણય, વધુ પાંચ વર્ષ લંબાવ્યો પ્રતિબંધ
• મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા: વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ-હોર્સ ટ્રેડિંગના ડરથી દોડધામ
• હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, નાયબ સૈનીના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ જાહેર