Get The App

લિવ-ઇન રિલેશનમાં લગ્નની જેમ નોંધણી, આધાર ફરજિયાત: ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે UCC

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
registration-for-live-in-aadhaar-mandatory


UCC in Uttarakhand: ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના નવા નિયમ ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે. આ માટે, સોમવારથી ઉત્તરાખંડ સરકારે તેના અધિકારીઓને UCC પોર્ટલ વિશે જાણવાની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. 

નિયમો અનુસાર લિવ-ઇનમાં રહેતા કપલને લગ્નની જેમ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. તેમજ તમામ પ્રકારની નોંધણીઓમાં વસિયતનામું, ફોટોગ્રાફ અને આધારના કેસોમાં સાક્ષીઓનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત રહેશે. આ નિયમો ઉત્તરાખંડના તમામ રહેવાસીઓને લાગુ પડશે. 

20 જાન્યુઆરી સુધી ચાલશે અધિકારીઓની તાલીમ

ત્રણ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ બેઠકમાં 14 અધિકારીઓએ હાજરી આપી હતી. આ તાલીમ 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અધિકારીઓને UCC પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. UCC પોર્ટલ ત્રણ રીતે ઓપરેટ થશે. નાગરિકો ઉપરાંત કર્મચારીઓ અને અધિકારીઓ માટે અલગ-અલગ વિકલ્પો હશે. 

આ પોર્ટલ પર લોગીન કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ પોર્ટલ પર લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રજિસ્ટ્રેશન, લિવ-ઇન રિલેશનશિપની સમાપ્તિ, વસાહતી ઉત્તરાધિકાર અને કાનૂની વારસદારોની ઘોષણા, વસિયતનામું ઉત્તરાધિકાર, અરજી નકારવાના કિસ્સામાં અપીલ વગેરે હશે.

પોર્ટલ દ્વારા જ લિવ-ઈન વિશે ફરિયાદ કરી શકશો

લગ્ન અને લિવ-ઈન સામે વાંધો ઉઠાવનાર કોઈપણ ત્રીજી વ્યક્તિ આ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. પોર્ટલ પરની કોઈપણ ખોટી માહિતી સામે લડવામાં મદદ કરવા માટે, સબ-રજિસ્ટ્રારને ફરિયાદોની ચકાસણી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: દિલ્હીમાં AAP ની વધી મુશ્કેલીઃ મુખ્યમંત્રી આતિશી સામે FIR દાખલ, આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ

આ અંગે ટ્રેનર જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર નાગરિકે પણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ખોટી માહિતીને દૂર કરવામાં મદદ કરશે. હાલના અને નવા લિવ-ઇન કપલ્સ માટેના અરજદારોએ પોર્ટલમાં નામ, ઉંમર, રાષ્ટ્રીયતા, ધર્મ, અગાઉના સંબંધની સ્થિતિ અને ફોન નંબરનો પુરાવો દાખલ કરવો પડશે. તેમજ લગ્નના રજીસ્ટ્રેશન માટે પણ આવી જ માહિતી આપવાની રહે છે.

લિવ-ઇન રિલેશનમાં લગ્નની જેમ નોંધણી, આધાર ફરજિયાત: ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે UCC 2 - image


Google NewsGoogle News