Get The App

10 લગ્નો... 10 પતિ... બધા સામે દુષ્કર્મનો કેસ, પરિવારને પણ ફસાવ્યો, હાઇકોર્ટ જજ પણ ગોથે ચઢ્યાં

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
10 લગ્નો... 10 પતિ... બધા સામે દુષ્કર્મનો કેસ, પરિવારને પણ ફસાવ્યો, હાઇકોર્ટ જજ પણ ગોથે ચઢ્યાં 1 - image


Image Source: X

Unique Marriage Fraud Case in High Court: કર્ણાટક હાઇકોર્ટમાં એક અજીબો-ગરીબ કેસ પહોંચ્યો છે. આ કેસ વિશે જાણીને જજ ગોથે ચઢી ગયા. તેઓ ભડકી ગયા અને તેમણે મહિલાની પૂછપરછ કરતાં મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક(DG-IGP)ને નિર્દેશ આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, તેઓએ આ કેસમાં આરોપી મહિલા વિશે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરે. તેમને આ મહિલા સંબંધિત ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવા કહો. આ સાથે જ મહિલા દ્વારા યુવક સામે કરવામાં આવેલ દુષ્કર્મનો કેસ પણ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલો એવો છે કે, એક મહિલાએ 10 પુરુષોને પોતાની જાળમાં ફસાવીને 10 લગ્ન કર્યા અને તમામ 10 પતિઓ પર દુષ્કર્મનો આરોપ લગાવી દીધો. એટલું જ નહી પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેને અને તેના પરિવારના સભ્યોને કોર્ટમાં ઢસેડ્યા.

2011થી અત્યાર સુધીમાં 10 કેસ કરાવી ચૂકી છે મહિલા

મીડિયા અહેવાલ પ્રમાણે જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કેસની સુનાવણી કરી હતી. એક મહિલાએ કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુર શહેરમાં રહેતા કોફીના બગીચાના માલિક પીકે વિવેક સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો અને તેને તથા તેના પરિવારને કોર્ટમાં ઢસેડ્યા છે. બીજી તરફ વિવેક અને તેના પરિવારે જણાવ્યું કે આ મહિલા ફ્રોડ છે અને વિવેક મહિલાનો 10મો શિકાર છે. આ કેસમાં તેને અને તેના પરિવારને બળજબરીથી ફસાવવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે જસ્ટિસ નાગપ્રસન્નાને જણાવ્યું કે વર્ષ 2011થી લઈને અત્યાર સુધી મહિલા અલગ-અલગ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ, ક્રૂરતા, ધાક-ધમકીઓ અને છેતરપિંડીનો આરોપ લગાવતી 10 ફરિયાદો નોંધાવી છે. તેણે તમામ 10 આરોપીઓ સાથે લગ્ન કરવાની વાત પણ કરી છે. મોટાભાગના કેસ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ચિક્કાબલ્લાપુર અને મુંબઈમાં એક-એક કેસ નોંધાયેલો છે. 

કર્ણાટકનો વિવેક બન્યો મહિલાનો 10મો શિકાર

કોડાગુ જિલ્લાના કુશલનગરમાં રહેતા વિવેકે હાઇકોર્ટમાં જણાવ્યું કે મારી મુલાકાત દીપિકા સાથે 28 ઑગસ્ટ, 2022ના રોજ થઈ હતી. બન્નેની મુલાકાત મૈસુરની હૉટલ લલિત મહેલ પેલેસમાં બિઝનેસ મીટિંગમાં થઈ હતી. 8 સપ્ટેમ્બર 2022ના રોજ મને એક નોટિસ મળી જેના દ્વારા મને ખબર પડી કે દીપિકાએ મારી વિરુદ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે. કુશલનગર પોલીસે મને આ મામલો ઉકેલવા માટે બોલાવ્યો છે. 19 સપ્ટેમ્બર 2022ના રોજ પોલીસને આપવામાં આવેલી બીજી ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે વિવેકે મારી સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન થતાં જ તેણે મને ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. પછી મને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને છોડી દીધી. આ જ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને તપાસ દરમિયાન પોલીસને મહિલાનો જૂનો ક્રિમિનલ રેકોર્ડ મળી આવ્યો.

જજે મહિલા પર ખોટો કેસ કરાવાનો આરોપ લગાવ્યો

જજે કેસની સુનાવણી કરતાં કહ્યું કે, વિવેક વિરુદ્ધ નોંધાયેલ કેસને ફગાવી દેવામાં આવે છે. ભૂતકાળમાં પણ ટ્રાયલ કોર્ટ 3 કેસમાં પીડિતોને નિર્દોષ જાહેર કરી ચૂકી છે. પીડિતોએ દીપિકા પર બળજબરી પૂર્વક વસૂલીનો આરોપ લગાવ્યો છે. સુનાવણી દરમિયાન ફરિયાદી પોતે કોર્ટમાં હાજર નહોતી રહેતી. તેનાથી સાબિત થાય છે કે તેણે પીડિતો પર ખોટા આરોપો લગાવીને કેસ કર્યા છે. પોલીસે પણ ફરિયાદના આધાર પર IPCની કલમ 376 હેઠળ રેપનો કેસ નોંધીને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ મહિલાએ હનીટ્રેપ જેવી ઘટનાઓને પણ પાછળ છોડી દીધી છે. મહિલાનો ઇરાદો સ્પષ્ટ છે કે, લોકોને પરેશાન કરવામાં આવે અને તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવે. ફરિયાદી સતત ખોટા કેસ નોંધાવી રહી છે. તેને રોકવી જરૂરી છે, તેથી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.


Google NewsGoogle News