માર્ક ઝકરબર્ગને મોદી સરકાર વિરુદ્ધનું જૂઠાણું ફેલાવવું ભારે પડ્યું, અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
Ashwini Vaishnaw On Mark Zuckerberg : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના પતનના માર્ક ઝકરબર્ગના દાવા સામે પ્રતિક્રિયા આપી છે. જેમાં સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર વૈષ્ણવે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'માર્ક ઝકરબર્ગ ખુદ જૂઠાણું ફેલાવી રહ્યા છે. આ ઘણું નિરાશાજનક છે. તેમને તથ્ય અને વિશ્વસનીયતા બનાવી રાખીએ જોઈએ. વાત એમ છે કે, માર્ક ઝકરબર્ગે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 'વર્ષ 2024 દુનિયા માટે કઠિન સાબિત થશે. કોવિડ-19 બાદ અનેક દેશોમાં ચૂંટણી થઈ અને ભારત સહિત અનેક દેશોની સરકાર પડી ગઈ.'
'ભારત સહિત મોટાભાગના દેશોની સરકાર 2024ની ચૂંટણીમાં હારી...'
વૈષ્ણવે કહ્યું કે, 'દુનિયાના સૌથી મોટા લોકશાહી ધરાવતા ભારતમાં 2024માં થયેલી ચૂંટણીમાં 64 કરોડ લોકોએ ભાગ લીધો. ભારતના લોકોએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર ભરોષો કર્યો. ઝકરબર્ગનો દાવો છે કે, 'ભારત સહિત મોટાભાગના દેશોની સરકાર 2024ની ચૂંટણીમાં હારી...' જે સંપૂર્ણપણે ખોટું છે.'
ભારતે વિશ્વભરના દેશોને મદદ કરવાને લઈને વૈષ્ણવે શું કહ્યું?
વિશ્વભરના દેશોને ભારતે મદદ કરી હોવા અંગે વૈષ્ણવે કહ્યું કે, '80 કરોડ લોકોને મફત અનાજ, 2.2 અબજ મફત રસી અને ભારતે કોવિડ દરમિયાન વિશ્વભરના દેશોને મદદ કરી. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. વડાપ્રધાન મોદીનો ત્રીજો કાર્યકાળ સુશાસન અને લોકોના વિશ્વાસનો પુરાવો છે. માર્ક ઝકરબર્ગ દ્વારા ખોટી માહિતી આપવામાં આવે તે ખૂબ જ નિરાશાજનક છે. તેમણે વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ.'
આ પણ વાંચો: UGC NET Exam: 15 જાન્યુઆરીએ યોજાનારી UGC નેટની પરીક્ષા મોકૂફ
એક પોડકાસ્ટ દરમિયાન માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, '2024 દુનિયાભરમાં એક ચૂંટણી વર્ષ રહ્યું હતું. જેમાં ભારત જેવા અનેક દેશોમાં ચૂંટણી થઈ અને વર્તમાન સરકારો પડી ગઈ. વૈશ્વિક સ્તરે કોઈ મુખ્ય કારણ હતું. પછીને ભલે તે ફુગાવો હોય કે આર્થિક કટોકટી. સરકારોએ કોવિડ સામે જે રીતે લડત આપી તેની પણ મોટી અસર પડી. તેમણે દાવો કર્યો કે લોકશાહી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ પણ ઘટી ગયો.'