આંદોલનકારીઓએ NCPના MLAના બંગલાને ફૂંકી માર્યો, મરાઠા અનામત મામલે મહારાષ્ટ્ર ભડકે બળ્યું
પહેલાં પથ્થરમારો કર્યો અને પછી ઘરમાં ધૂસી તોડફોડ કર્યા બાદ આગ ચાંપી
પ્રકાશ સોલંકે અજિત પવાર જૂથના ધારાસભ્ય છે
image : Twitter |
Maratha Reservation Protest | મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત NCPના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના (Prakash Solanke) નિવાસને આગચાંપી દીધી હતી.
પથ્થરમારો પણ કર્યો હતો દેખાવકારોએ
માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ અજિત પવારના (Ajit Pawar) સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો હતો. તેના પછી તેમણે ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવ્યા બાદ આગ ચાંપી દીધી હતી.
ધારાસભ્ય અને તેમનો પરિવાર સુરક્ષિત
NCPના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે જ્યારે મારા ઘરે દેખાવકારોની ભીડે હુમલો કર્યો. તે સમયે તે પોતાના ઘરમાં હાજર હતા. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન મારા પરિવારનો કોઈ સભ્ય કે કર્મચારી ઘાયલ થયો નહોતો. અમે બધા સુરક્ષિત છીએ પણ આગચંપીને લીધે અમારી સંપત્તિને નુકસાન થયું છે.