Get The App

‘અનામત આપવું સરકારની જવાબદારી’, મરાઠા આંદોલન પર CM શિંદેનું મોટું નિવેદન

શિંદેએ મરાઠા અનામત અંગે કહ્યું, થોડો સમય અને ધીરજ રાખવાની જરૂર, તેમાં તમામ મરાઠા લોકોનો સહકાર પણ જરૂરી

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ભીડ જિલ્લાની ઘટનામાં કેટલાકને જિવતા સળગાવવાનો પ્રયાસ કરાયો, જેને સાંખી નહીં લેવાય

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
‘અનામત આપવું સરકારની જવાબદારી’, મરાઠા આંદોલન પર CM શિંદેનું મોટું નિવેદન 1 - image

મુંબઈ, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

મહારાષ્ટ્ર (Maharashtra)ના બીડ જિલ્લામાં ચાલી રહેલ મરાઠા અનામત (Maratha Reservation) આંદોલન હિંસક થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ બીડમાં ધારાસભ્યોના નિવાસસ્થાને, દુકાનો અને ઓફિસોમાં તોડફોડ હોવાની ઘટના સામે આવી છે. હિંસક આંદોલન બાદ ધારાશિવ અને બીડ જિલ્લામાં કર્ફ્યૂ લાગવી દેવાયો છે. રાજ્ય સરકાર પણ ડેમેજ કંન્ટ્રોલ કરવામાં લાગી ગઈ છે, ત્યારે આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

‘આ સરકારની જવાબદારી’

મુખ્યમંત્રીએ કહ્યું કે, મરાઠા સમાજને નિશ્ચિતપણે ટકાઉ અને કાયદાના દાયરામાં સંપૂર્ણ અનામત મળશે. આ સરકારની જવાબદારી છે. અમે ઈચ્છીએ છીએ કે, અન્ય સમાજમાં પણ અવરોધ ઉભો ન થાય. જસ્ટિસ શિંદેની કમિટી અને ક્યૂરેટિવ પિટીશન દ્વારા સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અમારું કામ ચાલી રહ્યું છે. બૈકવર્ડ કમિશનને વિગતો એકઠી કરવાનું કામ સોંપાયું છે. સરકાર મરાઠા સમાજને અનામત આપવા મામલે નિશ્ચિત છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મરાઠા અનામત આંદોલનની આગેવાની સંભાળી રહેલા મનોજ જરાંગે (Manoj Jarange)ના આંદોલન શાંતિપૂર્ણ હોય છે. આ આંદોલનને કોણ ભડકાવવાનું કામ કરી રહ્યા છે, તેના પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. અમારી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સંપૂર્ણ પ્રયાસો કરે છે. 

સમય અને ધીરજ રાખવાની જરૂર : શિંદે

એકનાથ શિંદેએ કહ્યું કે, આપણે થોડો સમય અને ધીરજ રાખવાની જરૂર છે. તેમાં તમામ મરાઠા લોકોનો સહકાર પણ જરૂરી છે. કાર્યકર્તાઓએ એવા લોકોને ઓળખી કાઢવા જોઈએ, જેઓ શાંતિ બગાડી રહ્યા છે.

અમે સુપ્રીમ કોર્ટમાં પણ મજબુત પક્ષ રાખીશું : ફડણવીસ

આ મામલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ગઈકાલે ભીડ જિલ્લામાં બનેલી ઘટના ખુબ જ ગંભીર છે. કેટલાક લોકોએ જિવતા સળગાવવાનો પ્રયાસ કર્યો છે, જેને સાંખી નહીં લેવાય. પોલીસે કલમ-307 હેઠળ કેસ દાખલ કરી રહી છે. ઓબીસી નેતાઓને ધમકી આપનારાઓ પર કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. અમે મરાઠા અનામત અંગે ગંભીર છીએ. કેબિનેટમાં કેટલાક નિર્ણય થયા છે. અમે સુપ્રીમ કોર્ટમાં પણ મજબુત પક્ષ રાખીશું.


Google NewsGoogle News