Get The App

શિંદે સરકારે મરાઠા અનામતનો પ્રશ્ન ઉકેલ્યો, મનોજ જરાંગેની આંદોલન સમેટવાની જાહેરાત

લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માગને લઈને ચાલી રહેલું આંદોલન સમાપ્ત

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
શિંદે સરકારે મરાઠા અનામતનો પ્રશ્ન ઉકેલ્યો, મનોજ જરાંગેની આંદોલન સમેટવાની જાહેરાત 1 - image


Maratha Reservation News: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનામતની માગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange Patil)ની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની પણ પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું : જરાંગે પાટીલ

મરાઠા સમુદાય માટે અનામતની માગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.' મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, 'મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે. આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.' 

મુખ્યમંત્રી શિંદે જરાંગેને પારણા કરાવશે

આ ઉપરાંત મંગલ પ્રભાતે વધુમાં કહ્યું હતું કે, 'મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે ઉકેલ આવી ગયો હોવાથી આંદોલન ચાલુ રાખવાની જરૂર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જો કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

શિંદે સરકારે મરાઠા અનામતનો પ્રશ્ન ઉકેલ્યો, મનોજ જરાંગેની આંદોલન સમેટવાની જાહેરાત 2 - image


Google NewsGoogle News