Get The App

'24 ડિસેમ્બર છેલ્લી તારીખ, મરાઠા અનામત પર નિર્ણય કરો નહીંતર...' મનોજ જરાંગેનું નવું અલ્ટીમેટમ

મરાઠાઓને અનામત ન આપવા માટે સરકાર પર 30-40 વર્ષથી OBC નેતાઓનું દબાણ

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
'24 ડિસેમ્બર છેલ્લી તારીખ, મરાઠા અનામત પર નિર્ણય કરો નહીંતર...' મનોજ જરાંગેનું નવું અલ્ટીમેટમ 1 - image


Maratha reservation : મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈ માંગ ઉઠી છે. એવામાં સમાજિક કાર્યકર્તા મનોજ જરાંગે અલ્ટીમેટમ જાહેર કર્યું છે. જરાંગે સ્પષ્ટપણે કહ્યું કે જો 24 ડિસેમ્બર સુધીમાં મરાઠા આરક્ષણની માંગ પૂરી નહીં થાય તો તે એવા નેતાઓના નામ જાહેર કરશે જે વર્ષોથી તેની વિરુદ્ધ છે. જરાંગે એ પણ દાવો કર્યો હતો કે ઘણા મરાઠા નેતાઓ તેમના સમુદાય માટે આરક્ષણને સમર્થન આપતા નથી. મરાઠાઓને અનામત ન આપવા માટે સરકાર પર 30-40 વર્ષથી OBC નેતાઓનું દબાણ હતું. 

24 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ 

મનોજ જરાંગે પત્રકાર સાથેની વાતચીતમાં દરમિયાન  સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે મરાઠા અને OBC સમુદાયના લોકો કેટલાક રાજકીય નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનોથી પ્રભાવિત થશે નહીં. ઉપરાંત તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે, 24 ડિસેમ્બર સુધીમાં આરક્ષણ આપવામાં નહીં આવે, તો અમે તે નેતાઓના નામ જાહેર કરીશું જેમણે વર્ષોથી મરાઠા આરક્ષણ અટકાવ્યું છે. ગયા અઠવાડિયે તેમની ભૂખ હડતાલ સમાપ્ત થયા પછી તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.   

શું છે મરાઠાઓની માંગ?

મરાઠાઓમાં જમીનદારો અને ખેડૂતો ઉપરાંત અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી લગભગ 33 ટકા છે. મોટા ભાગના મરાઠા મરાઠી ભાષી છે, પરંતુ દરેક મરાઠી ભાષા બોલતા લોકો મરાઠા જ હોય ​​તે જરૂરી નથી. મરાઠા અનામતને લઈને ચાલી રહેલ આ આંદોલન 1 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. જેઓ મરાઠાઓ માટે OBC દરજ્જાની માંગ કરી રહ્યા છે.

મરાઠા અનામત આંદોલનની શરૂઆત ક્યારથી?

વર્ષ 1982માં મરાઠા અનામત બાબતે પહેલીવાર મોટું અંદોલન થયું હતું. ત્યારે મરાઠી નેતા અન્નાસાહેબ પાટીલે આર્થિક સ્થિતિના આધારે અનામતની માંગ કરી હતી. 2014ની ચુંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠાને 16 ટકા અનામત આપવાનું ઓર્ડીનન્સ પાસ કરાવ્યું હતું. પરંતુ તે ચુંટણી હારી ગયા અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. નવેમ્બર 2014માં હાઈકોર્ટે આ ઓર્ડીનન્સ અટકાવ્યું હતું.

ફડણવીસની સરકારમાં મરાઠા અનામત બાબતે એમ.જી. ગાયકવાડની આગેવાની હેઠળ પછાત વર્ગ આયોગ બન્યું. આ આયોગની ભલામણના આધારે સરકારે સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એક્ટની વિશેષ જોગવાઇઓ હેઠળ મરાઠા અનામત આપવમાં આવ્યું. જેમાં ફડણવીસ સરકારમાં મરાઠાને 16 ટકા અનામત મળ્યું હતું. પરંતુ બોમ્બે હાઈકોર્ટે તે ઘટાડીને સરકારી નોકરીમાં 13 ટકા અને શૈક્ષણિક સંસ્થાઓમાં 12 ટકા કર્યું હતું. મે 2021માં સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ જજની બંધારણીય બેંચ બનાવીને 50 ટકાની અનામત સીમાને ન તોડી શકાય એવું કારણ આપીને કોર્ટે આ અનામત રદ કર્યું હતું.


Google NewsGoogle News