Get The App

દ્રોપદી મૂર્મુ લંડન પહોંચ્યા, બાઈડન સહિત અનેક વર્લ્ડ લીડર મહારાણી એલિઝાબેથને આપશે અંતિમ વિદાય

Updated: Sep 18th, 2022


Google News
Google News
દ્રોપદી મૂર્મુ લંડન પહોંચ્યા, બાઈડન સહિત અનેક વર્લ્ડ લીડર મહારાણી એલિઝાબેથને આપશે અંતિમ વિદાય 1 - image


- રાષ્ટ્રપતિ મૂર્મુ 17થી 19 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે અને સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરશે

લંડન, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ બ્રિટનમાં 19 સપ્ટેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણીને વિદાય આપવા માટે દેશ-વિદેશના ઘણા ટોચના નેતાઓ લંડન પહોંચી રહ્યા છે. ભારતથી રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુ આ દરમિયાન લંડન પહોંચ્યા છે. આ જાણકારી રાષ્ટ્રપતિ ભવન દ્વારા પહેલા જ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ મૂર્મુ 17થી 19 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે અને સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરશે.

આ જ ક્રમમાં ભારતથી વિદેશ મંત્રી એસ જયશંકર પણ 12 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ હાઈ કમિશનને મળવા માટે ગયા હતા. તેમણે સમગ્ર દેશ તરફથી મહારાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સંવેદના વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે મહારાણીના નિધન બાદ એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, મહારાણી દ્વિતીયના 70 વર્ષના શાસનમાં ભારત અને બ્રિટનના સબંધ ખૂબ જ વિકસિત અને સારા બન્યા છે. 

દ્રોપદી મૂર્મુ લંડન પહોંચ્યા, બાઈડન સહિત અનેક વર્લ્ડ લીડર મહારાણી એલિઝાબેથને આપશે અંતિમ વિદાય 2 - image

8 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના મહારાણી એલિઝાબેથનું લાંબી બિમારી બાદ નિધન થઈ ગયું હતું. તેની જાણકારી શાહી પરિવારના ટ્વિટર હેન્ડલથી જાહેર કરી હતી. મહારાણીના મૃતદેહને હાલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. હવે 19 સપ્ટેમ્બરના રોજ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર વેસ્ટમિન્સ્ટર એબ્બે ખાતે કરવામાં આવશે.

દેશ-વિદેશથી પહોંચ્યા અનેક દિગ્ગજ મહારાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા અને રાજવી પરિવારને સાંત્વના આપવા વિદેશમાંથી ઘણા ટોચના નેતાઓ આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે યુકે પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન આવી પહોંચ્યા છે. તેઓ તાજેતરમાં ચૂંટાયેલા બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસને મળ્યા છે. રાણીના અંતિમ સંસ્કારમાં લગભગ 2000 લોકો હાજરી આપે તેવી શક્યતા છે.

Tags :
BritainQueen-ElizabethDraupadi-MurmuQueen-Elizabeth-FuneralJoe-Biden

Google News
Google News