Get The App

અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4નાં મોત

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Flood In Uttar Pradesh


Flood In Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, પીલીભીત, બરેલી, આઝમગઢ અને હરદોઈ સહિત 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. બરેલીની બહગુલ નદીનું જળસ્તર વધતા ઘણાં ગામો પ્રભાવિત છે. પૂરના કારણે ડૂબી જવાથી બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે.

પૂરના કારણે અનેક ગામોમાં વાહનવ્યવહાર બંધ 

બદાયુના દાતાગંજમાં રામગંગા નદીમાં પાણીની આવક થતા શાહજહાંપુર-લખનઉ રોડ બંધ કરાયો હતો. ફર્રુખાબાદમાં પણ રામગંગા ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. અમૈયાપુરમાં પૂરના કારણે અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે. પ્રયાગરાજ, વારાણસી મિર્ઝાપુર, કાનપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે.

આ પણ વાંચો: ભાજપને હંફાવનાર આ મુખ્યમંત્રી સામે ત્રીજી વખત નિષ્ફળ મોદી, પેટાચૂંટણીમાં હારનું કારણ શું? જાણો


રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર 

સંત કબીરનગરમાં રાપ્તી નદીએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. સંત કબીરનગર તેમજ દેવરિયામાં સરયૂ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. આઝમગઢ, મઉ અને બલિયામાં સરયુના જળ સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ તે હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. વારાણસી અને મિર્ઝાપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. પૂર અને ધોવાણના ભયને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોના લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. જૌનપુરમાં છેલ્લા 24 કલાકમાં ગોમતીના જળસ્તરમાં આઠ ફૂટનો વધારો નોંધાયો છે.

પૂરથી 10 લાખથી વધુ લોકો પ્રભાવિત

 અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં હાલમાં પૂરની સ્થિતિ છે. જેમાં પીલીભીત, લખીમપુર, શ્રાવસ્તી, બલરામપુર, કુશીનગર, બસ્તી, શાહજહાંપુર, સીતાપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બલિયા, ગોરખપુર, બરેલી, આઝમગઢ, હરદોઈ અને અયોધ્યાનો સમાવેશ થાય છે. લગભગ 10 લાખ વધુ લોકો પ્રભાવિત છે. 66 તાલુકાઓમાં કુલ 1273 ગામોમાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે.

અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4નાં મોત 2 - image


Google NewsGoogle News