Get The App

VIDEO: કેરળમાં ફુટબોલ મેચમાં ભયાનક દુર્ઘટના, ફટાકડાની ઝપેટમાં આવતા 25થી વધુ દાઝ્યા

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
VIDEO: કેરળમાં ફુટબોલ મેચમાં ભયાનક દુર્ઘટના, ફટાકડાની ઝપેટમાં આવતા 25થી વધુ દાઝ્યા 1 - image


Kerala Football Match : કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટ્ટમલમાં સેવેન્સ ફુટબોલ મેચ દરમિયાન ભયાનક દુર્ઘટના બની છે. અહીં મેચ પહેલા આતશબાજીમાં અનેક દર્શકો દાઝી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, 25થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ઘયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફટાકડો દર્શકો વચ્ચે પડતા બની ઘટના

મળતા અહેવાલો મુજબ યુનાઈટેડ એફસી નેલ્લીકુટ અને કેએમજીમાવૂર વચ્ચે ફુટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી, જોકે તે પહેલા જ આતશબાજી કરવામાં આવી છે. ઉપર તરફ છોડવામાં આવેલો ફટાકડો ખોટી દીશામાં જતો રહ્યો, જેના કારણે દર્શકો વચ્ચે તણખા ઉડવા લાખ્યા. ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ થઈ છે. અહેવાલ મુજબ કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.

આ પણ વાંચો : દેશભરમાં BP, ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારીની ફ્રીમાં થશે તપાસ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી તારીખો

સ્થિતિ કાબુમાં આવ્યા બાદ મેચ શરૂ

એવું પણ કહેવાય છે કે, એક ફટાકડો દર્શકો વચ્ચે પડ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. હાલ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને ફાઈનલ મેચ શરૂ કરી દેવાઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે. ઓથોરિટીએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : આંધ્રપ્રદેશના નાયબ CM પવન કલ્યાણે મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન, શ્રદ્ધાળુઓની સંખ્યા 55 કરોડને પાર


Google NewsGoogle News