સાવધાન! રિવોર્ડ્સ પોઈન્ટના નામે થતા ફ્રોડથી આ રીતે બચો, SBIના નામે લોકો સાથે ઠગાઈ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Cyber fraud


SBI Rewards Points Scam: તમિલનાડુ પોલીસે 'SBI રિવોર્ડ પોઈન્ટ્સ'ના નામે ચાલી રહેલા નવા સાયબર કૌભાંડ વિશે લોકોને એલર્ટ કર્યા છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં 73 લોકો આ ફ્રોડ સ્કીમનો શિકાર બન્યા છે. તમિલનાડુ પોલીસની સાયબર ક્રાઈમ વિંગના જણાવ્યા અનુસાર, છેતરપિંડી કરનારા હેક થયેલા એકાઉન્ટ્સ અથવા ફિશિંગ ટેકનિક દ્વારા પીડિતોના મોબાઈલ ફોન સુધી પહોંચે છે અને પછી વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા શંકાસ્પદ મેસેજ મોકલે છે.

સત્તાવાર નોટિફિકેશન જેવા જ મેસેજથી ફ્રોડ

આ મેસેજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સત્તાવાર કોમ્યુનિકેશનની જેવો જ દેખાતો હોય છે. જેમાં વેલિડ લોગો, અને નામનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરતો આ નકલી મેસેજ 'SBI રિવોર્ડ પોઈન્ટ્સ' રિડીમ કરવા માટે યુઝરને લાલચ આપે છે અને બાદમાં પોતાની જાળમાં ફસાવી તેમના એકાઉન્ટ ખાલી કરી દે છે.

એસબીઆઈના ગ્રાહકોને ઝટકો, હોમ અને કાર લોન મોંઘી થશે, MCLR રેટમાં વધારાથી EMI વધશે

રિવોર્ડ્સનો દાવો કરી તેને રિડીમ કરવા પ્રેશર કરે છે

રિવોર્ડ્સનો દાવો કરી પીડિતોને મેસેજમાં દર્શાવેલા લિંક પર ક્લિક કરવા પ્રેશર કરે છે. જેના પર ક્લિક કરતાં અસલ એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ જેવી જ નકલી વેબસાઈટ ખુલે છે. જેની મુલાકાત લીધા બાદ તેમાં બેન્કિંગ વિગતો દાખલ કરવાનું કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કરી સ્કેમર ફ્રોડ કરે છે.

પર્સનલ એકાઉન્ટ્સમાં ઘૂસણખોરી કરવા ઉપરાંત તેઓ પીડિતોની સોશિયલ મીડિયા પ્રોફાઈલને પણ હેક કરી લે છે. આવા ફ્રોડથી બચવા માટે ઓનલાઈન સિક્યોરિટી પર ફોકસ કરવાની જરૂર છે.

આ ફ્રોડથી કેવી રીતે બચવું?

જરૂરિયાત વિનાના મેસેજ વાંચતી વખતે સાવચેતી રાખો. ખાસ કરીને તમારા ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન તથા અંગત વિગતો સાથે જોડાયેલા મેસેજ અંગે એલર્ટ રહેવું જોઈએ. શંકાસ્પદ લાગતાં મેસેજને ઓપન ન કરવા જ સલાહ છે. તેમાં દર્શાવેલી લિંક પર ક્લિક કરવાથી બચવું. તદુપરાંત સત્તાવાર ચેનલ્સ મારફત સીધું કોમ્યુનિકેશન કરી મેસેજની ખરાઈ કરી લેવી. તમામ ઓનલાઈન એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ અને ટુ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન જેવા સિક્યોરિટી ફીચર્સનું પાલન કરો અને તેની રેગ્યુલર અપડેટ કરતાં રહો. કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી કે મેસેજ જણાય તો તુરંત સાયબર ક્રાઈમ યુનિટ્સ તથા સંબંધિત વિભાગને જાણ કરો. 



Google NewsGoogle News