VIDEO: દિલ્હીમાં ફરી મોટી દુર્ઘટના, ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાઈ, ત્રણના મોત, ઘણા ફસાયાની આશંકા
Delhi Building Collapses : દિલ્હીના રાજેન્દ્રનગરમાં IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવથી ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોતનો મામલે હજુ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે જહાંગીરપુરીમાં બીજી મોટી ઘટના બની છે. અહીં એક જર્જરીજ બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. બિલ્ડિંગના કાટમાળ નીચે હજુ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે પણ ઘટના અંગે માહિતી આપી છે.
એક મહિલા સહિત બેના મોત
અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડિંગના કાટમાળ હેઠળ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે, તેથી તેમને નિકાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસને કાટમાળ હેઠળથી એક મહિલા સહિત બે મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલો વ્યક્તિ મુકેશ કુમારનું (45) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
બિલ્ડિંગમાં સમારકામ વખતે બની ઘટના
અધિકારીએ કહ્યું કે, ધરાશાયી થયેલી ત્રણ માળની બિલ્ડિંગ એક કપડાની ફેક્ટ્રી છે. જ્યારે ઈમારત પડી ત્યારે તેમાં સમારકામ ચાલી રહ્યું હતું. દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે, અમને બપોરે લગભગ 12.51 કલાકે ફોન આવ્યો હતો, ત્યારબાદ અમે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થલે મોકલી છે.
બિલ્ડિંગ જોખમી હોવા છતાં કામ ચાલતું હતું
ઉલ્લેખનીય છે કે, ધરાશાયઈ થયેલી બિલ્ડિંગ ઘણી જૂની અને જર્જરી હતી અને તેમાં એક વર્ષ પહેલા પણ સમારકામ કરાયું હતું. બિલ્ડિંગ જોખમી હોવા છતાં તેના ત્રણેય માળ પર કામ ચાલી રહ્યું હતું. એવા અહેવાલો મળ્યા છે કે, સમારકામ દરમિયાન બિલ્ડિંગનો આગળનો ભાગ સંપૂર્ણ ધરાશાઈ થયો છે અને કાટમાળ હેઠળથી છથી સાત લોકોને દબાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને પોલીસની ટીમ પણ ત્યાં પહોચી ગઈ છે. કાટમાળ હેઠળથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ જુઓ : VIDEO, 10 વર્ષની તપાસ બાદ આ દિગ્ગજ સાંસદ સામે EDની મોટી કાર્યવાહી, કરોડોની જમીન જપ્ત કરી