મહાશિવરાત્રીના અવસરે શિવયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં વીજકરંટથી 14 બાળકો દાઝી જતાં અફરા-તફરી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
મહાશિવરાત્રીના અવસરે શિવયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં વીજકરંટથી 14 બાળકો દાઝી જતાં અફરા-તફરી 1 - image
Image : Screen Grab

Rajasthan News : રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના અવસરે એક શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં વીજકરંટની લપેટમાં આવતાં 14 બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેના લીધે અફરા તફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ઘટના બાદ તાત્કાલિક ધોરણે બાળકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. અહીં ડૉક્ટરો હાલ તેમની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી.

મહાશિવરાત્રીના અવસરે આ યાત્રાનું આયોજન કરાયું હતું 

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના અવસરે આ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓ ધાર્મિક ઝંડા સાથે આ યાત્રામાં જોડાયા હતા. આ મામલો સગતપુરામાં આવેલી કાલી વસતીનો હોવાની માહિતી છે. મળતી માહિતી અનુસાર યાત્રા દરમિયાન એક ઝંડો એટલો ઊંચો હતો કે તે હાઈ ટેન્શન વાયરને અડી ગયો હતો જેના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને એમબીબીએસ હોસ્પિટલે ખસેડાયા હતા. એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી છે. તંત્રએ પણ આ મામલે   મેડિકલ ટીમને એલર્ટ કરી દીધું હતું. ઈજાગ્રસ્ત બાળકોના માતા-પિતા આ ઘટનાથી રોષે ભરાયા હતા અને તેમણે યાત્રાનું આયોજન કરનારા લોકોની ધોલાઈ કરી નાખી હતી.

મહાશિવરાત્રીના અવસરે શિવયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં વીજકરંટથી 14 બાળકો દાઝી જતાં અફરા-તફરી 2 - image


Google NewsGoogle News