VIDEO: પરાજયની વાત સાંભળી ભડક્યા ભાજપના પૂર્વ CM, કહ્યું - 'હિંમત કેવી રીતે થઇ, બહાર કાઢો...'
Manohar Lal Khattar Got Angry: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં હવે તમામ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રીએ એક યુવક પર ગુસ્સે થઈને તેને હોલની બહાર કાઢી મુકવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન યુવક પર ભડક્યા મનોહરલાલ ખટ્ટર
હરિયાણાના હિસારમાં મનોહર લાલ ખટ્ટરનો એક જનસંવાદ કાર્યક્રમ હતો. પૂર્વ સીએમ અહીં ભાજપના ઉમેદવાર ડો.કમલ ગુપ્તાના પ્રચાર માટે આવ્યા હતા, આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે એ બાબત જરૂરી છે કે હિસારના ધારાસભ્ય બીજેપીના ઉમેદવાર બને અને ડો. કમલ ગુપ્તા જન કલ્યાણી વ્યક્તિ જ છે. આથી તેમનું સમર્થન કરવું એટલું જ જરૂરી છે.'
આ પણ વાંચો: સરકાર બનતાં જ જમ્મુ-કાશ્મીરના લોકોને..., મતદાન વચ્ચે રાહુલ ગાંધીએ કર્યો મોટો વાયદો
યુવકને પકડીને બહાર કાઢવાનો આદેશ
આ સંભાળતા જ આ કાર્યક્રમમાં એક યુવકે કેન્દ્રીય મંત્રી ખટ્ટરની સામે જ કહી દીધું કે, 'હરિયાણામાં ભાજપ સત્તામાં આવશે, પરંતુ તેમનો ઉમેદવાર નહિ જીતે.' આ સાંભળીને મનોહર લાલ ખટ્ટરે ગુસ્સામાં આવી ગયા અને આ યુવકને કહ્યું કે, 'હિંમત કેવી રીતે થઇ, બહાર કાઢો...'. ગુસ્સામાં આવીને તેમના કાર્યકરોને આ યુવકને હોલની બહાર કાઢી મુકવાનો આદેશ આપ્યો.