દિવંગત PM મનમોહન સિંહનું સપનું અધૂરું રહ્યું, આ કૌભાંડમાંથી કાયદેસર રીતે કલંકમુક્ત ન થઈ શક્યા
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે. કોલસા બ્લોક ફાળવણીના કથિત કેસમાં દિલ્હીની અદાલતે તેમને આરોપી બનાવ્યા બાદ તેમણે પોતાના પર લાગેલા આ કલંકને હટાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ અધૂરો રહ્યો. જો તેમને કોર્ટમાંથી રાહત મળી હોત તો તેનાથી તેના બેડાઘ ભૂતકાળને જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થયું હોત. સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન કોલસાના બ્લોકની અનિયમિત ફાળવણીને રદ કરતા ટ્રાયલ કોર્ટને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવા કેસોમાં કેસ આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
માર્ચ 2015માં દિલ્હીની એક કોર્ટે હિન્દાલ્કોને તાલાબીરા-2 કોલ બ્લોકની કથિત અનિયમિત ફાળવણી મામલે મનમોહન સિંહને આરોપી તરીકે સમન્સ પાઠવ્યા હતા. આ સમન્સ ઓર્ડરથી ચિંતિત થઈને મનમોહન સિંહે તેને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કારણ કે તેમને ટ્રાયલ કોર્ટમાં આરોપી તરીકે ઊભા રહેવાની બદનામીનો ડર હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ જેનું નેતૃત્વ જસ્ટિસ વી ગોપાલા ગૌડા કરી રહ્યા હતા, તેમણે 1 એપ્રિલ 2015ના રોજ આ સમન્સના આદેશ પર રોક લગાવી દીધી અને તેમની અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી હતી.
CBIએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો
જોકે, CBIએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હોવા છતાં ટ્રાયલ કોર્ટે મનમોહન સિંહને સમન્સ જારી કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, CBI દ્વારા આ કેસ બંધ કરવો અયોગ્ય હતો, કારણ કે તે સમયે મનમોહન સિંહ કોલસા મંત્રાલયના પ્રભારી હતા અને આ મામલે પ્રાઈમ ફેસી પુરાવા હાદર હતા.
સુપ્રીમ કોર્ટની મનમોહન સિંહ સામે સમન્સના આદેશ પર રોક
સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહ સામે સમન્સના આદેશ પર રોક લગાવી દીધી હતી, પરંતુ જસ્ટિસ મદન લોકુરની આગેવાની હેઠળની બેન્ચે પૂર્વ કોલસા રાજ્ય મંત્રી સંતોષ બાગરોડિયા સામે સમન્સ જારી કરવા પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેમની અરજી પર મનમોહન સિંહની અરજી સાથે 2 સપ્ટેમ્બર 2015ના રોજ સુનાવણી કરવામાં આવશે.
સિબ્બલે તત્કાલીન CJI એચ.એલ. દત્તુ પાસેથી સ્પષ્ટતા માગી
મનમોહન સિંહની અરજી પર સુનાવણી ઝડપી બનાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ચિંતિત, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તત્કાલીન CJI એચ એલ દત્તુ પાસેથી સ્પષ્ટતા માગી હતી કે કોલસા કૌભાંડ સંબંધિત કેસોની સાથે મનમોહન સિંહની અરજી શા માટે રાખવામાં આવી છે. સિબ્બલે પીસી એક્ટની કલમ 13(1)(d)(iii)ની બંધારણીય માન્યતાને પડકારી હતી.
આ પણ વાંચો: મનમોહનસિંહના નામે રાજકારણ ન ખેલો દુ:ખમાં તો પક્ષાપક્ષીથી બહાર નીકળો
CJI દત્તુ સિબ્બલ સાથે સહમત થયા અને મનમોહન સિંહની અરજીને બાગરોડિયાની અરજીથી અલગ કરવાનો આદેશ આપ્યો. CJI દત્તુની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું કે મનમોહન સિંહની અરજી ત્યારે જ સૂચિબદ્ધ કરવામાં આવશે જ્યારે તેમના વકીલો દલીલો પૂર્ણ કર્યા પછી સુનાવણીની માગ કરશે.
હવે આ અરજી અર્થહીન બની ગઈ
પોતાની નિવૃત્તિના લાંબા સમય બાદ જસ્ટિસ દત્તુએ એક વાર કહ્યું હતું કે, હું એવી શક્યતાને સ્વીકારી નહોતો શકતો કે, એક બેદાગ પૂર્વ વડા પ્રધાનને એવા મામલામાં આરોપી તરીકે ઊભું રહેવું પડે જે તેમની પાર્ટીના રાજકીય નિર્ણયો સાથે જોડાયેલા હોય. હવે આ અરજી અર્થહીન બની ગઈ છે, કારણ કે મનમોહન સિંહનું નિધન થઈ ગયું છે.