Get The App

મનમોહન સિંહ, રઘુરામ રાજન, સામ પિત્રોડા... કોંગ્રેસના શાસનમાં આ લોકોની થઈ હતી લેટરલ એન્ટ્રી, ભાજપે ગણાવ્યા નામ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
lateral entry

Image: Wikipedia


Lateral Entry In Central Government: યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. તે દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન આવ્યું છે કે, કોંગ્રેસ લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડૉ. મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ ભ્રામક દાવા કરી રહી છે. આનાથી યુપીએસસીમાં SC/ST શ્રેણીની ભરતી પર કોઈ અસર થશે નહીં.

વાસ્તવમાં, UPSC એ 17 ઓગસ્ટના રોજ એક જાહેરાત બહાર પાડી હતી, જેમાં 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર લેવલની ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવી હતી. લેટરલ એન્ટ્રીમાં, ઉમેદવારોની UPSC પરીક્ષા આપ્યા વિના સીધી ભરતી કરવામાં આવે છે. જેમાં અનામતના નિયમોનો કોઈ ફાયદો નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને SC, ST અને OBC વર્ગોની અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.

જ્યારે વિવાદ વધ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા આપી કે નોકરશાહીમાં લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી. 1970ના દાયકાથી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન લેટરલ એન્ટ્રી થઈ રહી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયા આવી પહેલોના મુખ્ય ઉદાહરણો છે. મંત્રીએ દલીલ કરી હતી કે નોકરશાહીમાં લેટરલ એન્ટ્રી માટે 45 પોસ્ટ્સ પ્રસ્તાવિત છે. આ સંખ્યા 4,500થી વધુ અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (IAS)ના કેડર સ્ટ્રેન્થના 0.5 ટકા છે.

આ પણ વાંચોઃ તો મનમોહન સિંહને કઈ રીતે સીધા નાણા સચિવ બનાવ્યા હતા? લેટરલ એન્ટ્રી મુદ્દે કેન્દ્રનો રાહુલ ગાંધીને જવાબ


અશ્વિની વૈષ્ણવે લેટરલ એન્ટ્રીની યાદી ગણાવી

લેટરલ એન્ટ્રી બ્યુરોક્રેટ્સનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે અને બે વર્ષનું એક્સ્ટેન્શન શક્ય છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે મનમોહન સિંહ 1971માં તત્કાલીન વિદેશ વેપાર મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે લેટરલ એન્ટ્રી તરીકે સરકારમાં આવ્યા હતા અને નાણાં મંત્રી બન્યા હતા, બાદમાં વડાપ્રધાન બન્યા હતા. તેમણે કહ્યું કે લેટરલ એન્ટ્રીમાં અન્ય અગ્રણી લોકોમાં ટેકનોક્રેટ્સ સામ પિત્રોડા અને વી. કૃષ્ણમૂર્તિ, અર્થશાસ્ત્રી બિમલ જાલાન, કૌશિક બસુ, અરવિંદ વિરમાણી, રઘુરામ રાજન અને આહલુવાલિયાના નામ સામેલ છે.

રાજને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સેવા આપી

બિમલ જાલાને સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે અને બાદમાં આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપી હતી. 2007 અને 2009માં અનુક્રમે વિરમાણી અને બાસુની મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રઘુરામ રાજને 2013 થી 2016 સુધી મુખ્ય આર્થિક સલાહકાર અને બાદમાં RBIના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી. અહલુવાલિયાને શૈક્ષણિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી સરકારી ભૂમિકામાં લાવવામાં આવ્યા હતા. તેમણે 2004થી 2014 સુધી આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વૈષ્ણવે જણાવ્યું કે, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને 2009માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ લાવી

વૈષ્ણવે લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું આ લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ યુપીએ સરકાર જ લઈ આવી હતી. 2005માં યુપીએ સરકારમાં એઆરસી (પ્રશાસનિક સુધારણા પંચ) આવ્યું હતું. જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું.  યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એઆરસીએ સૂચન કર્યું હતું કે વિશેષ જ્ઞાનની આવશ્યકતા હોય તેવા પદો પર નિષ્ણાતોની નિમણૂક કરવી જોઈએ. એનડીએ સરકારે એઆરસીની આ ભલામણને લાગુ કરવા માટે પારદર્શક પદ્ધતિ અપનાવી છે અને ભરતી યોગ્ય રીતે કરવામાં આવશે તેનું વચન આપ્યું હતું.

મનમોહન સિંહ, રઘુરામ રાજન, સામ પિત્રોડા... કોંગ્રેસના શાસનમાં આ લોકોની થઈ હતી લેટરલ એન્ટ્રી, ભાજપે ગણાવ્યા નામ 2 - image


Google NewsGoogle News