મનમોહન સિંહ જ એવા એકમાત્ર વડાપ્રધાન છે જેમના ચલણી નોટ પર છે હસ્તાક્ષર, જાણો કારણ
Dr. Manmohan singh: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 26 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તેમણે દેશના નાણામંત્રી અને આરબીઆઇ ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તેમને એક વિશેષ સન્માન પણ પ્રાપ્ત થયેલું છે. ખાસ વાત એ છે કે તેઓ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે, જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર જોવા મળે છે.
ત્યારે 10 રૂપિયાની નવી નોટ પર તેમની સહી હતી
વર્ષ 2005માં જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા, ત્યારે ભારત સરકારે 10 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તેના પર તેમની સહી હતી. જો કે તે સમયે નોટો પર ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નરની સહી આવતી હતી. પરંતુ હવે 10 રૂપિયાની નોટમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની સહીં નહીં પરંતુ RBI ગવર્નરની સહી હોય છે
આ સિવાય મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ 16 સપ્ટેમ્બર 1982થી 14 જાન્યુઆરી 1985 સુધી આ પદ પર હતા. આ સમયગાળા દરમિયાન છપાયેલી નોટો પર તેમની સહી કરવામાં આવતી હતી. ભારતમાં હજુ પણ આ વ્યવસ્થા જળવાયેલી છે કે, ચલણ પર રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની સહીં નહીં પરંતુ RBI ગવર્નરની સહી હોય છે.
તેમના સુધારાઓથી ભારતીય અર્થતંત્રને નવી દિશા મળી હતી
અર્થશાસ્ત્રમાં મનમોહન સિંહને ઊંડા જ્ઞાન માટે તેમજ 1991માં ભારતમાં તેમણે કરેલા ઐતિહાસિક આર્થિક સુધારા માટે યાદ કરવામાં આવે છે. વડાપ્રધાન બનતાં પહેલા તેઓ ભારતના નાણામંત્રી રહી ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશા આપી હતી.