Get The App

આધાર, મનરેગા અને RTI માં મહત્ત્વની ભૂમિકા.. પૂર્વ PM મનમોહનની સિદ્ધીઓની યાદી છે લાંબી

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
આધાર, મનરેગા અને RTI માં મહત્ત્વની ભૂમિકા.. પૂર્વ PM મનમોહનની સિદ્ધીઓની યાદી છે લાંબી 1 - image


Dr. Manmohan Singh: દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.

ડૉ. મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતાં 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (NREGA)

ડૉ. મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંયધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, દેશમાં રહેશે 7 દિવસનો રાષ્ટ્રીય શોક, તમામ સરકારી કાર્યક્રમ રદ


માહિતી અધિકાર અધિનિયમ (RTI)

વર્ષ 2005માં પસાર થયેલી માહિતી અધિકાર અધિનિયમ (RTI) નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.

આધાર સુવિધા

આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની ઍક્સેસની સુવિધા આપે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

ડૉ. મનમોહન સિંહની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી ખામીઓ દૂર કરી.

આ પણ વાંચો: દેશમાં શોકની લહેર, PM મોદી સહિતના અનેક રાજકીય નેતાઓએ દિવંગત ડૉ.મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ


ફાર્મ લોન માફી (2008)

કૃષિ સંકટને દૂર કરવા માટે, ખેડૂતોને 60,000 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા રાહત આપવામાં આવી હતી.

ભારત-અમેરિકા પરમાણુ કરાર

ડૉ.મનમોહન સિંહની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી. આ કરાર હેઠળ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં છૂટ મળી છે. આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેક્નોલોજી છે.

આધાર, મનરેગા અને RTI માં મહત્ત્વની ભૂમિકા.. પૂર્વ PM મનમોહનની સિદ્ધીઓની યાદી છે લાંબી 2 - image


Google NewsGoogle News