નિગમબોધ ઘાટ પર હશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, સવારે 8 વાગ્યે પાર્થિવ દેહના અંતિમ દર્શન
Manmohan Singh Death Funeral: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવાર (27 ડિસેમ્બર, 2024)એ દિલ્હીના નિગમબોધ ઘાટ પર દિવસે 11:45 વાગ્યે કરાશે. અંતિમ સંસ્કારનો કાર્યક્રમ ગૃહ મંત્રાલયે જાહેર કર્યો છે. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક મંત્રી નિગમબોધ ઘાટ પહોંચ્યા.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી છે કે શનિવારે 28 ડિસેમ્બરે સવારે 9:30 વાગ્યે દિલ્હી સ્થિત AICC હેડક્વાર્ટરથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે થનારી ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં થાય. આ એક સૈન્ય પરંપરા છે. તેમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડનું એક ગ્રુપ બીજા ગ્રુપથી ચાર્જ લે છે. આ દર અઠવાડિયે આયોજિત કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાનના સન્માનમાં સમગ્ર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ધ્વજ ફરકાવેલો રહેશે.
ખડગેએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, 'પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર જે જગ્યા પર થાય, ત્યાં જ તેમનું સ્મારક બનાવવામાં આવે.'
આ પણ વાંચો: મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપો: ખડગેનો PM મોદીને પત્ર
ખડગેએ લખ્યું કે, 'મનમોહન સિંહ એક સાધારણ પરિવારથી આવનારા અને ભાગલાની પીડાનો અનુભવ કરનારા અને પોતાના દૃઢ સંકલ્પના કારણે જ તેઓ દુનિયાના ટોચના રાજનેતાઓમાંથી એક બની ગયા. તેને ધ્યાનમાં રાખીને, મને આશા છે અને ભરોસો છે કે ડૉ. મનમોહન સિંહનું રાજકીય કદના અનુસાર, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવાની અપીલ સ્વીકારવામાં આવશે, જ્યાં તેમનું સ્મારક બનાવી શકાય.'