Get The App

'જ્યારે પૈસાના નહોતા એટલે જમવાનું છોડ્યું...' દિવંગત PMનો દર્દભર્યો કિસ્સો દીકરીએ શેર કર્યો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
manmohan singh


Dr. Manmohan Singh Secrets: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન બાદ તેમની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે. આવી જ કેટલીક વાતો ડૉ. મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પુસ્તકમાં કરી પણ છે. જેમાં લખ્યું છે કે, ડૉ. મનમોહન સિંહ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ પર અભ્યાસ કરતા હતા. ત્યારે તેમણે ખૂબ જ મુશ્કેલ સમય જોયો હતો. પછી એક સમય એવો આવ્યો જ્યારે પૈસાની અછતને કારણે તેમણે ભોજન છોડવું પડ્યું હતું. આ દરમિયાન તે ચોકલેટ ખાઈને દિવસ પસાર કરતા હતા.'

ડૉ. મનમોહન સિંહના જીવનના રસપ્રદ કિસ્સા

ડૉ. મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાની પુસ્તક 'સ્ટ્રીક્ટલી પર્સનલઃ મનમોહન ઍન્ડ ગુરુશરણ'માં આ વાતો લખી છે. આ પુસ્તક વર્ષ 2014માં હાર્પરકોલિન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ડૉ. મનમોહન સિંહે વર્ષ 1957માં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસની ડિગ્રી મેળવી હતી. દમન સિંહે આ પુસ્તકમાં લખ્યું કે, 'ડૉ. મનમોહન સિંહનો જન્મ પંજાબના ગાહ(હવે પાકિસ્તાનનો ભાગ)માં થયો હતો. એકવાર મારી બહેને ડૉ. મનમોહન સિંહને પૂછ્યું હતું કે, શું તમે ગાહ પાછા જવા માંગો છો? આના પર તેમણે જવાબ હતો, ના આ તે જગ્યા છે જ્યાં મારા દાદાની હત્યા કરવામાં આવી હતી.'

આ પણ વાંચો: મનમોહનસિંહનું ગુજરાત કનેક્શન: પુત્રી ‘ઈરમા’માં ભણેલાં જમાઈ ગુજરાત કેડરના આઇ.પી.એસ. હતા

કેમ્બ્રિજમાં ડૉ. મનમોહન સિંહના દિવસો વિશે દમન સિંહે પુસ્તકમાં લખ્યું છે કે, 'ડૉ. મનમોહન સિંહના ટ્યુશન અને અભ્યાસ પાછળ તેમને 600 પાઉન્ડનો ખર્ચ થતો હતો. જ્યારે તેમને પંજાબ યુનિવર્સિટીમાંથી માત્ર 160 પાઉન્ડની સ્કોલરશિપ મળતી હતી. બાકીના પૈસા માટે તે પિતા પર નિર્ભર હતા. ડૉ. મનમોહન સિંહ બિનજરૂરી ખર્ચ ટાળતા હતા. આ ઉપરાંત તેમણે ક્યારેય બીયર કે વાઇન પીધી નથી. આટલું બધું હોવા છતાં પૈસા સમયસર ઘરે ન પહોંચે તો મુશ્કેલ હતું.'

દમન સિંહે લખ્યું છે કે, 'મનમોહન સિંહને ફેમિલી ગેટ ટુ ગેધર પિકનિકમાં ગાવાનું પસંદ હતું. આ દરમિયાન તેઓ છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરની ગઝલ 'લગતા નહીં હૈ જી મેરા' અને અમૃતા પ્રીતમની કવિતા 'આખા વારિસ શાહ નુ...' ગાતા હતા. આ સિવાય તેમની સેન્સ ઑફ હ્યુમર ઘણી સારી હતી. તેમણે લોકોને ઘણાં ઉપનામો આપ્યા હતા. પરિવારના સભ્યો પણ આનાથી બચી શક્યા ન હતા. તે મારી માતાને 'ગુરુદેવ' કહીને બોલાવતા, જ્યારે અમે ત્રણ બહેનોને 'કિક', 'લિટલ નન' અને 'લિટલ રામ'ના હુલામણા નામ આપવામાં આવ્યા.'

'જ્યારે પૈસાના નહોતા એટલે જમવાનું છોડ્યું...' દિવંગત PMનો દર્દભર્યો કિસ્સો દીકરીએ શેર કર્યો 2 - image


Google NewsGoogle News