વિરાટના લીધે ટીમ ફસાઈ, પ્લેયર ઓફ ધ મેચ કોઈ બોલરને આપવાની જરૂર હતી: પૂર્વ ક્રિકેટરની નારાજગી
T20 World Cup Final News : T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા માટે ઉતર્યુ હતું. જેમાં રોહિત સર્મા અને તેમની ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકો, વિરાટ કોહલીએ મેચમાં શાનદાર ભૂમિકા નિભાવી હતી. તેવામાં તેમની ઈનિંગને લઈને વિવાદ થઈ રહ્યો છે.
બાર્બાડોસમાં રમાયેલી હાઈ-પ્રેશર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન કરીને શાનદાર ઈનિંગ કરી હતી. જેનાથી ભારતને કુલ 176 રન બન્યાં હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતની ટીમને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. જેમાં પાવરપ્લેમાં રોહિત સહિત અન્ય 3 ખિલાડીએ વિકેટ ગુમાવી હતી. જોકો, આ પછી વિરાટ કોહલીએ શાનદાર ભૂમિકા નિભાવી હતી.
વિરાટ ધીમી ગતિએ રમ્યો, માંજરેકરે લગાવ્યો આરોપ
શરુઆતમાં કોહલીએ અક્ષર પટેલ સાથે મળીને 72 રન બનાવીને ભારતના નીચે જઈ રહેલા સ્કોરને સંભાળ્યો હતો. આ ઉપરાંત, શિવમ દુબે અને અન્ય ખિલાડી સાથે મળીને વિરાટે મજબુત સ્કોર બનાવ્યો હતો. તેવામાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરનું માનવું હતું કે, વિરાટ ધીમી ગતિએ રમ્યો હોવાથી ભારત મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ ઉભી થાત. આ સાથે, IPL દરમિયાન પણ કોહલીની સ્ટ્રાઈક રેટ પર ચર્ચા થઈ હતી. ત્યારે માંજરેકરે ફરી આ મુદ્દાને લઈને કહ્યું કે, વિરાટની ડિફેન્સિવ રમતથી હાર્દિક પંડ્યા જેવા વિસ્ફોટક બેટ્સમેનને વધુ બેટિંગ કરવાનો મોંકો મળતો નથી.
હાર્દિક પંડ્યાને માત્ર 2 બોલ રમવાનો મોંકો મળ્યો
ESPNcricinfo સાથે વાત કરતાં માંજરેકરે કહ્યું કે, આવી ઈનિંગ રમવાના કારણે હાર્દિક પંડ્યાને માત્ર 2 બોલ રમવાનો મોંકો મળ્યો હતો. મારુ માનવું છે કે ભારતની બેટિંગ સારી હતી. પરંતુ જે પ્રકારે કોહલી ઈનિંગ રમ્યો છે તેનાથી ભારત મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ ઉભી થાત. આમ આવુ થઈ જ જાત, પરંતુ અંતમાં બોલરોએ કમાલ કરી નાખ્યો.
હું હોત તો 'પ્લેયર ઓફ ધ મેચ' કોઈ બોલરને રાખત
માંજરેકરે વધુમાં કહ્યું કે, ભારત હારવા પર હતું અને સાઉથ આફ્રિકાની જીતવાની 90 ટકા સંભાવના હતી. પરંતુ બોલરોના જબરદસ્ત પ્રદર્શનથી ભારત હારમાંથી બહાર આવ્યું હતું. જેણે કોહલીની ઈનિંગ સામે બચાવ કર્યો હતો. જ્યારે કોહલી અડધી ઈનિંગમાં 128 ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો. આમ જો હું હોત તો, પ્લેયર ઓફ ધ મેચ કોઈ બોલરને જ પસંદ કર્યો હોત. કારણ કે તેમણે જ ભારતને હારમાંથી પાછા લાવી જીત અપાવી હતી.