કમલનાથ બાદ વધુ એક કદાવર નેતા કોંગ્રેસ છોડવાની અટકળો, ભાજપના સંપર્કમાં
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી પક્ષ છોડવાની તૈયારીમાં હોવાની અટકળો
અગાઉ કમલનાથ ભાજપના સંપર્કમાં હોવની વાત વહેતી થઈ હતી
Manish Tewari News : એક તરફ વિપક્ષી ગઠબંધન તૂટી રહ્યું છે, તો બીજીતરફ કોંગ્રેસમાં આંતરીક ઉથલ-પાથલના અહેવાલો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ ખુદ કમલનાથે (Kamal Nath) આવી અટકળોને રદીયો આપી દીધો છે, ત્યારે કમલનાથ બાદ વધુ એક દિગ્ગજ નેતા પક્ષ પલટો કરવાની ફિરાકમાં હોવાની અટકળો સામે આવી છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારી ભાજપના સંપર્કમાં
મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે, કોંગ્રેસ (Congess) નેતા અને પંજાબના આનંદપુર સાહિબના લોકસભા સાંસદ મનીષ તિવારી (Manish Tewari) ભાજપના સંપર્કમાં છે અને પાર્ટી છોડ શકે છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો તિવારી ભાજપમાં જોડાવા હોવાની અટકળો સાચી પડશે તો કોંગ્રેસને મોટો ફટકો પડશે.
‘મનીષની ભાજપમાં જવાની અટકળો બકવાસ’
જોકે મનીષ તિવારીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના જૂના નેતા ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હોવાની અટકળો બકવાસ છે, કારણ કે તેઓ પોતાના મત વિસ્તારના લોકોનું કામ કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ સૂત્રોએ કહ્યું કે, તેઓ પોતાના મતક્ષેત્રના લોકો માટે કામ કરી રહ્યા છે અને ભાજપમાં સામેલ થવાની અટકળો ખોટી અને પાયાવિહોણી છે.