જલ્દી જ બહાર મળીશું...: કેજરીવાલની ધરપકડ બાદ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર
Manish Sisodia Wrote A Letter From Jail: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. તેમણે જેલમાંથી પોતાના મતવિસ્તાર પટપડગંજના લોકોને ભાવુક પત્ર લખીને કહ્યું કે, 'હું જેલની બહાર જલ્દી જ મળીશ.' મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું કે, 'છેલ્લા એક વર્ષમાં મે બધાને યાદ કર્યા, બધાએ સાથે મળીને ખૂબ ઈમાનદારીથી કામ કર્યું, જેમાં દરેક વ્યક્તિ આઝાદી માટે લડ્યા હતા. તેવી જ રીતે આપણે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ.'
બાળકોને યોગ્ય અને સારૂ શિક્ષણ મળશે: મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું કે, 'અંગ્રેજોની સરમુખત્યારશાહી બાદ આઝાદીનું સપનું સાકાર થયું હતું, તેવી જ રીતે એક દિવસ દરેક બાળકોને યોગ્ય અને સારૂ શિક્ષણ મળશે. અંગ્રેજોને પણ પોતાની શક્તિનો ખૂબ અભિમાન હતો, અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા. અંગ્રેજોએ મહાત્મ ગાંધીને ઘણાં વર્ષો સુધી જેલમાં બંધ રાખ્યા અને નેલ્સલ મંડેલાને પણ જેલમાં ધકેલી દીધા હતા. આ લોકો મારી પ્રેરણ છે અને તમે બધા મારી તાકાત છો.'
પોતાના વિધાનસભા વિસ્તારના લોકોને સંબોધિત કરતા મનીષ સિસોદિયાએ લખ્યું કે, જેલમાં રહ્યો પછી તમારા માટે મારો પ્રેમ વધી ગયો છે. તમે મારી પત્તનીની ખૂબ કાળજી લીધી. તમારા બધા વિશે વાત કરતાં સીમા ભાવુક થઈ જાય છે. ટૂંક સમયમાં મળીશું,' ઉલ્લેખનીય છે કે, અગાઉ તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક પત્ર લખ્યો હતો.
ધરપકડ કેમ કરવામાં આવી?
મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સીબીઆઈએ ધરપકડ કરી હતી.
હાઈકોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો
દિલ્હી હાઈકોર્ટમાં વર્ષ 2023 મનીષ સોસિદિયાને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો, એમ કહીને કે તેમની સામેના આરોપો "ખૂબ જ ગંભીર પ્રકારના" છે. જો કે, સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં સિસોદિયાને એકલા છોડી દેવામાં આવ્યા છે અને તેમના પર ષડયંત્રનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.