Get The App

મણિપુર મુદ્દે દિલ્હીમાં હાઇલેવલ મીટિંગ: નશાનો કારોબાર ધ્વસ્ત કરવા કડક આદેશ

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
મણિપુર મુદ્દે દિલ્હીમાં હાઇલેવલ મીટિંગ: નશાનો કારોબાર ધ્વસ્ત કરવા કડક આદેશ 1 - image


High Level Meeting on Manipur Violence : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ મુદ્દે દિલ્હીમાં હાઈલેવલ બેઠક યોજી હતી, જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, CRPFના DG જી.પી.સિંહ સહિત SSB અને NSGના DG પણ ઉપસ્થિત રહ્યા હતા. 

મણિપુરને નશા મુક્ત બનાવવા નશાના નેટવર્કને ધ્વસ્ત કરો : શાહ

બેઠકમાં શાહે આદેશ આપ્યો છે કે, રાજ્યમાં બળજબરીથી વસૂલાતના તમામ કેસોમાં કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવે. આ ઉપરાંત મણિપુર પાસેની તમામ આંતરરાષ્ટ્રીય સરહદ પરના જે પ્રવેશ દ્વાર નક્કી કરાયા છે, તેની બંને તરફ ફેન્સીંગ કરવામાં આવે. તેમજ રાજ્યને નશા મુક્ત બનાવવા માટે નશાના વેપારમાં સામેલ તમામ નેટવર્કને ધ્વસ્ત કરવામાં આવે.

આ પણ વાંચો : 'બની શકે કે 3 વર્ષની છોકરીએ યૌન હિંસા માટે ઉશ્કેરણી કરી હોય..' કલેક્ટરના નિવેદનથી હોબાળો

‘મણિપુરના રસ્તાઓ પણ અચડણો ઉભી થાય તો કાર્યવાહી કરો’

શાહે હાઈલેવલ બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યા છે કે, આઠ માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર પ્રજા સરળતાથી આવી-જઈ શકે, તે માટે યોગ્ય પગલા ભરવામાં આવે. જો કોઈ રસ્તામાં અડચણો ઉભી કરે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહે અશાંત રાજ્યમાં સામાન્ય સ્થિતિ ઉભી કરવા પર તેમજ વિવિધ ગ્રૂપોએ લૂંટેલા હથિયારો પોલીસને પરત કરવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે.

મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન

મણિપુરના મુખ્યમંત્રી રહેલા એન.બીરેન સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ કોઈપણ પાર્ટી સરકાર બનાવવામાં માટે આવી નથી, જેના કારણે કેન્દ્ર સરકારે રાજ્યમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું છે. રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ આવી પ્રથમ બેક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં 2023માં ઈમ્ફાલમાં મૈતેઈ અને આસપાસના પહાળોમાં રહેતા કુકી સમાજ વચ્ચે હિંસા થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘર છોડવા મજબૂત થયા છે.

આ પણ વાંચો : અંબાલા કોર્ટના પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગ, રજૂ થવા આવેલા શખશ પર ગોળીબાર, ગેંગવૉરની આશંકા


Google NewsGoogle News