Get The App

મણિપુર હિંસા મામલે ગૃહમંત્રાલયની મોટી કાર્યવાહી, 9 મૈતેઈ ઉગ્રવાદી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

મંત્રાલયે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષાદળો પર જીવલેણ હુમલો કરવા મામલે મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો

કેન્દ્ર સરકારે કહ્યું કે, જો મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર તુરંત અંકુશ લાદવામાં નહીં આવે તો તેઓ હિંસક પ્રવૃત્તિઓ આચરતા રહેશે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
મણિપુર હિંસા મામલે ગૃહમંત્રાલયની મોટી કાર્યવાહી, 9 મૈતેઈ ઉગ્રવાદી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ 1 - image

નવી દિલ્હી, તા.13 નવેમ્બર-2023, સોમવાર

મણિપુરમાં હિંસા (Manipur Violence) વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે (Home Ministry) આજે 13 નવેમ્બરે મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષાદળો પર જીવલેણ હુમલો કરવા મામલે મૈતેઈ ઉગ્રવાદી સંગઠન (Meitei Extremist Organization) અને તેના સહયોગી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ 5 સંગઠનો પર લગાવાયો પ્રતિબંધ

ગૃહમંત્રાલયના નોટિફિકેશન મુજબ, જે સંગઠન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે, જેમાં પીપુલ્સ લિબરેશન પાર્ટી (PLA) અને તેની રાજકીય પાંખ રિવોલ્યૂશનરી પીપુલ્સ ફ્રન્ટ (RPF), યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની શસ્ત્ર પાંખ મણિપુર પીપુલ્સ આર્મી (MPA) સામેલ છે. આ યાદીમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK) અને તેની સશસ્ત્ર પાંખ રેડ આર્મી, કાંગલેઈપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP), તેની સશસ્ત્ર પાંખ (જે રેડ આર્મી તરીકે પણ ઓળખય છે), કાંગલેઈ યાઓલ કનબા લુપ (KYKL), કોઓર્ડિનેશન કમિટી (કોરકોમ) અને એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કાંગલેઈપાક (એએસયુકે)નો પણ સમાવેશ થાય છે.

ગૃહમંત્રાલયે શું કહ્યું ?

ગૃહમંત્રાલયે ઘણાં વર્ષો પહેલા પીએલએ, યુએનએલએફ, પીઆરઈપીએકે, કેસીપી, કેવાય પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠનો પર ગેરકાયદેસ પ્રવૃત્તિ (નિવારણ) એક્ટ 1967 (1967 અથવા 37) હેઠળ પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે અન્ય સંગઠનો પર તાજેતરમાં પ્રતિબંધ લગાવાયો છે. મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારની સલાહ મુજબ જો મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર તુરંત અંકુશ લાદવામાં અથવા નિયંત્રણ મેળવવામાં નહીં આવે તો તેઓ હિંસક પ્રવૃત્તિઓને વધારવા કેડર બનાવતા રહેશે. મંત્રાલયે નોટિફિકેશમાં જણાવ્યું છે કે, પરિસ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારનું સૂચન છે કે, મૈતેઈ ઉગ્રવાદી સંગઠનોને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવું જરૂરી છે. આ સાથે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે, આ સંગઠનો પર 13 નવેમ્બર-2023થી 5 વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવે.


Google NewsGoogle News