Get The App

મણિપુરમાં ફરી હિંસાનો દોર, ઉપદ્રવીઓએ સુરક્ષાદળો પર બોમ્બમારા બાદ કર્યો અંધાધૂંધ ગોળીબાર

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
Manipur Violence


Manipur Violence:  મણિપુરના પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં લમલાઈ વિધાનસભા મતવિસ્તારના કેટલાક ભાગોમાં પહાડીઓમાંથી કેટલાક લોકોએ બંદૂક અને બોમ્બ વડે ગ્રામીણો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા. ત્યારથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે સનાસાબી, સબુંગખોક ખુનાઉ અને થમનાપોકપીમાં ભીષણ ગોળીબાર થયો.

પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વધુ સુરક્ષા દળો તૈનાત 

મણિપુરમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેના, બીએસએફ અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સનસાબીના નીચલા વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાંથી ગોળીબારના કારણે ખેડૂતો તેમના ખેતરોની સંભાળ રાખવામાં અસમર્થ છે. આથી હજુ પણ આસપાસના ગામોમાં તણાવની સ્થિતિ છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

મહિલાની ગોળી મારીને હત્યા 

શનિવારે બિષ્ણુપુર જિલ્લાના સેટન વિસ્તારમાં ઉપદ્રવીઓની ગોળીબારી વખતે ખેતરમાં કામ કરતી એક મહિલા મૃત્યુ પામી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્તારમાં તૈનાત કેન્દ્રીય દળો આવા હુમલાઓને રોકવા માટે પગલાં લઈ રહ્યાં નથી.

આ પણ વાંચો: જાનૈયાઓને લઈ જતી બેકાબૂ બસ પલટતાં ચીસાચીસ, મધ્યપ્રદેશમાં સર્જાયો અકસ્માત, 24 ઘાયલ

ઉપદ્રવીઓએ છ ઘરોને આગ લગાડી, મહિલાનું મોત

ઉપદ્રવીઓએ ગુરુવારે રાત્રે જીરીબામ જિલ્લામાં છ ઘરોને આગ લગાવી દીધી હતી, જેમાં 31 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મણિપુરમાં ગયા વર્ષે મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષમાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા.

મણિપુરમાં ફરી હિંસાનો દોર, ઉપદ્રવીઓએ સુરક્ષાદળો પર બોમ્બમારા બાદ કર્યો અંધાધૂંધ ગોળીબાર 2 - image



Google NewsGoogle News