મણિપુરમાં હિંસાની આગ વધુ તીવ્ર બની, બિહારના બે પ્રવાસી શ્રમિકોની ગોળી મારીને હત્યા, એક ઉગ્રવાદી ઠાર
Manipur Violence: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જાતિગત હિંસાથી સળગી રહેલા પૂર્વોત્તર રાજ્યના કાકચિંગ જિલ્લામાં શનિવારે હુમલાખોરોએ બિહારના બે પ્રવાસી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજે અંદાજિત 5:20 કલાકે કાકચિંગ-વાબાગઈ રોડ પર કેઇરાકમાં પંચાયત કાર્યાલયની પાસે બની.
મૃતકોની ઓળખ બિહારના ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના 18 વર્ષીય સુનાલાલ કુમાર અને 17 વર્ષીય દશરથ કુમાર તરીકે કરાઈ. બંને નિર્માણ શ્રમિક હતા અને મૈતેયીના પ્રભુત્વવાળા કાકચિંગમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ પહેલા મે મહિનામાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઝારખંડના ત્રણ શ્રમિકોના ઘરની બહાર કાઢીને ગોળીઓ મારી હતી. જેમાંથી બે શ્રમિકના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
સેના સાથે અથડામણમાં એક ઉગ્રવાદી ઠાર
થૌબલ જિલ્લામાં શનિવારે સેના સાથે અથડામણમાં એક ઉગ્રવાદી ઠાર મરાયો અને તેની ગેંગના છ સભ્યોની ધરપકડ કરી લેવાઈ. પોલીસે જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે સેનાએ સાલુંગફામમાં એક કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાવાના બદલે તેમાં સવાર લોકોએ ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી અને કારમાં સાત સવાર લોકોને પકડી લીધા. આ ઉગ્રવાદીઓમાંથી એકને ગોળી વાગી. તેને ઇમ્ફાલની પ્રાઇવેટ હોસ્પિટલ લઇ જવાયો, જ્યાં તેનું મોત થઇ ગયું.
આ પણ વાંચો: 16 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ, 18એ રેલ રોકો અભિયાન, પ્રદર્શનકારી ખેડૂતોનો નવો પ્લાન તૈયાર