મણિપુરમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ, મંત્રીના નિવાસ સ્થાને ગ્રેનેડ હુમલો
Manipur Violence : ઉખરુલ જિલ્લામાં મણિપુરના મંત્રી કાસિમ વશુમના નિવાસસ્થાન પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કરવાથી તેમની સંપત્તિને ભારે નુકસાન થયુ છે. વશુમે કહ્યું કે, 'જ્યારે ગ્રેનેડનો વિસ્ફોટ થયો ત્યારે તે અને તેમના પરિવારના સભ્યો ઘરે ન હતા. પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, 'શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. ગ્રેનેડ વિસ્ફોટ થવાથી મંત્રીના ઘરની દિવાલો સહિત કેટલાક ભાગોને નુકસાન થયું છે. ગ્રેનેડ હુમલા થયાના કેટલાક ટુકડાઓ મળી આવ્યા છે. જો કે, કડક સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે.'
આ પણ વાંચો : વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત...: વસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે મોદી સરકાર
હુમલાને લઈને પોલીસ તપાસ શરુ
અધિકારીએ જણાવ્યું કે, 'તપાસ માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ચકાસવામાં આવશે.' વશુમ રાજ્યમાં સત્તારૂઢ ભાજપના સહયોગી નાગા પીપલ્સ ફ્રન્ટના (NPF) ધારાસભ્ય છે. આ દરમિયાન, જનજાતિના સર્વોચ્ચ સંગઠન તંગખુલ નાગા લોંગે હુમલાની સખત નિંદા કરી છે અને પોલીસને ગુનેગારો સામે કેસ નોંધવા વિનંતી કરી છે.
સુરક્ષાકર્મી સામે અત્યાધુનિક હથિયારોના ઉપયોગ
મણિપુર પોલીસે રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવવા માટે અત્યાધુનિક હથિયારોના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રદર્શનકારીઓને પોતાને વાતને રજૂ કરવા માટે આવા હથિયારોનો ઉપયોગ કરવાથી દૂર રહેવા આગ્રહ કર્યો હતો. રેન્જ 1ના પોલીસ અધિકારીએ કહ્યું કે, 'અમે જનતાને યાદ કરાવવા ઈચ્છીએ છીએ કે, પોલીસ વિભાગનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું છે અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલાની સામે પ્રતિક્રિયા આપવાનું છે.'
આ પણ વાંચો : શું મહારાષ્ટ્રની સાથે થઈ શકે છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી? જાણો કાયદામાં શું છે જોગવાઈ
ડીઆઈજીએ શું કહ્યું?
વિરોધ પ્રદર્શનની રણનીતિમાં આવેલા પરિવર્તનને લઈને ડીઆઈજીએ કહ્યું કે, 'હાલના આંદોલના વિરોધ પ્રદર્શનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે અને સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવવામાં આવી રહ્યાં છે. વિરોધીઓ પથ્થરમારો કરી રહ્યાં છે, ગુલેલથી લોખંડના ટુકડા ફેંકવા, ટીયર ગેસના શેલ પર વળતો પ્રહાર અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, અમારી પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓટોમેટિક હથિયારોથી ગોળીબારના પુરાવા છે. ખાબેસોઈમાં ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગમાં ઈમ્ફાલ ઈસ્ટ કમાન્ડોના એક અધિકારી અને અન્ય એક જવાન ઘાયલ થયા હતા. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કાકવા ખાતે અમારા વાહનો પર ઓટોમેટિક હથિયારોથી ગોળીબારના નિશાન છે.'