મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી ઉગ્રવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, SP ઘાયલ
Manipur Violence: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ફરી એખવાર હિંસા ભડકી છે, કાંગપોકપી કુકી અને આદિવાસી બહુમતિ ધરાવતો પહાડી વિસ્તાર છે, જ્યાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. કાંગપોકપી વિસ્તારમાં ડીસી (જિલ્લા કલેક્ટર) કાર્યાલય પર હુમલાની માહિતી સામે આવી છે. જણાવાય રહ્યું છે કે, કેટલાક લોકોએ વહીવટી મુખ્યાલય પર માર્ચ કરતા હુમલો કરી દીધો. આ હિંસક અથડામણમાં મણિપુર પોલીસના SP ઘાયલ થઈ ગયા છે.
હિંસા અને તણાવને લઈને કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ બગડી ગઈ છે. પોલીસ અને તંત્રના અધિકારીઓએ સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ તેજ કરી દીધા છે, પરંતુ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે. કાંગપોકપી જિલ્લા મણિપુર તે વિસ્તારોમાંથી એક છે, જ્યાં કુકી અને અન્ય આદિવાસી સમુદાયો વસે છે. આ વિસ્તારમાં પહેલાથી જ વિવાદ અને હિંસાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
આ પણ વાંચો: મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા યુવકોને સ્થાનિક દુકાનદારોએ ઢોર માર માર્યો, એકનું મોત
આ ઘટનાને લઈને બે દિવસ પહેલા જ મણિપુરના પશ્ચિમી ઇમ્ફાલના એક ગામમાં ઉગ્રવાદીઓના હુમલાની વાત સામે આવી હતી. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ મણિપુરના કદંગબંદ વિસ્તારમાં સવારે હુમલો કર્યો. તેમણે કંગપોકપી જિલ્લામાં પોતાના પહાડી વિસ્તારોથી અત્યાધુનિક હથિયારોથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા અને પશ્ચિમ ઇમ્ફાલના નિચલા વિસ્તાર કદંગબંદ વિસ્તારમાં રાત્રે અંદાજિત 1 વાગ્યે બોમ્બ ફેંક્યા. વિસ્તારમાં હાજર ગામના સ્વયંસેવકોએ ઉગ્રવાદીઓના હુમલા બાદ જવાબીકાર્યવાહી કરી. સ્થિતિને નિયંત્રિત કરવા માટે વધુ સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલાયા.
જણાવી દઈએ કે, મણિપુરમાં 3 મે 2023થી હિંસાનો દોર ચાલી રહ્યો છે. જેને લઈને મણિપુરના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે હાલમાં જ આ હિંસા માટે રાજ્યના લોકોની માફી માગી હતી. તેમણે મણિપુરની વસ્તીના તમામ વર્ગોથી અપીલ કરી કે તેઓ ભવિષ્યમાં શાંતિ અને સદભાવ માટે પ્રયાસ કરે. આવનારા નવા વર્ષમાં ભૂતકાળને માફ કરી દે અને ભૂલી જાય. તેમણે આ ટિપ્પણી 31 ડિસેમ્બરના રોજ રાજધાની ઇમ્ફાલમાં પોતાના આવાસ પર સરકારના વિકાસ કાર્યો, ઉપલબ્ધિઓ અને આગામી વર્ષ માટે તેમની યોજનાઓ પર પ્રકાશ પાડતા કરી હતી.