મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી: BJP-કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ, MLAના ઘરમાં આગચંપી, એકનું મોત
Manipur Violence: મણિપુરના જિરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિની મોત થઈ ગઈ છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. મૃતકની ઓળખ 20 વર્ષીય અથૌબા નામના યુવક તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉગ્ર ભીડ અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે સુરક્ષાદળો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. રાત્રે લગભગ 11 વાગ્યે આ ઘટના બની હતી.
શું હતી ઘટના?
રવિવારની રાત્રે ઉગ્ર ભીડે જિરીબામ જિલ્લાના બાબૂપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસમાં લૂંટ કરી તોડફોડ કરી હતી. ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોના ફર્નિચરનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક ગોળી અથૌબાને લાગી, જેનાથી તે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેની મોત થઈ ગઈ. આ ઘટના જિરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટરની દૂરી પર છે.
આ પણ વાંચોઃ મણિપુરથી આવ્યા મોટા સમાચાર : NPPએ ભાજપ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું
ધારાસભ્યોના ઘરમાં આગચંપી
અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓએ નિંગથૌખોંગમાં લોક નિર્માણ મંત્રી ગોવિંદદાસ કોંથૌજમ, લેંગમેડોંગ માર્કેટમાં ભાજપ ધારાસભ્ય વાય. રાધેશ્યામ, થોબલ જિલ્લામાં ભાજપ ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય લોકેશ્વરના ઘરોને આગ લગાવી દીધી હતી. નોંધનીય છે કે, આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી તે પહેલા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. દેખાવકારોએ શનિવારે રાત્રે ઇમ્ફાલ પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને 100-200 મીટર અગાઉથી અટકાવી દીધા હતાં. ત્યારબાદ ટોળાએ ટાયર સળગાવ્યા અને બિરેનના ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર અટકાવી દીધી.
હિંસા વિશે અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, ઉગ્રવાદીઓએ રાતોરાત જિરીબામ શહેરમાં ઓછામાં ઓછા બે ચર્ચ અને ત્રણ ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તોફાનીઓએ વધુ આગચંપી કરી હોવાના અહેવાલો પણ આવ્યા છે, પરંતુ આ દાવાઓની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ઈમ્ફાલ ઘાટીમાં રાતભર આગચંપી અને ભીડ દ્વારા 13 ધારાસભ્યોના ઘર પર હુમલાની ખબર સામે આવી. તેમાંથી નવ ધારાસભ્ય ભાજપના હતાં. પોલીસે જણાવ્યું કે, જેવી જ હિંસા ઓછી થથી દેખાઈ હતી, ભાજપ ધારાસભ્ય કોંગરખમ રોબિન્દ્રોને મળવાની માગ કરી રહેલી ભીડે રવિવારે સાંજે ઈમ્ફાલના પશ્ચિમમાં તેમના પૈતૃકકત ઘરમાં તોડફોડ કરી દીધી હતી.
આ પણ વાંચોઃ 'મણિપુર ના એક હૈ, ના સેફ હૈ': રમખાણો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું PM મોદી પર નિશાન
સુરક્ષાદળોએ હિંસાગ્રસ્ત વિસ્તારમાં કરી મોરચાબંદી
મળતી માહિતી મુજબ, સુરક્ષાદળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોરચાબંદીસ કરતા વિસ્તારોમાં 107 નાકા અને ચેકપોસ્ટ સ્થાપિત કર્યાં છે, જેમાં પહાડી અને ઘાટી બંને વિસ્તાર સામેલ છે. આ ચેકપોસ્ટ પર કોઈપણ પ્રકારના ઉલ્લંઘન માટે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં નથી આવી, જેનાથી સુરક્ષાદળોની હાજરીમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે.
સુરક્ષાદળોએ પોતાના આ સર્ચ ઓપરેશન હેઠળ નેશનલ હાઈવે-2 પર આવશ્યક વસ્તુથી ભરેલા 456 વાહનોની સલામત અવરજવર સુનિશ્ચિત કરી છે. સાથે જ સંવેદનશીલ વિસ્તાર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સંવેદનશીલ રસ્તા પર સુરક્ષા કાફલાને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી વાહનોની અવિરત અને સલામત અવરજવર સુનિશ્ચિત કરી શકાય.
અમિત શાહ કરશે બેઠક
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મણિપુરની તાજેતરની સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બપોરે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. ગૃહમંત્રી રવિવારે મહારાષ્ટ્રથી પોતાના રાજકીય કાર્યક્રમોમાં રદ કરી દિલ્હી પહોંચ્યા હતાં, ત્યારબાદ ગૃહ મંત્રીએ પણ દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન ટોચના અધિકારીઓને પૂર્વોત્તર રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લેવોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના નિર્દેશ બાદ CRPFના ડિરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહ રવિવારે રાજ્યની મુલાકાત કરવા પહોંચ્યા હતાં.