મણિપુરમાં ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવાયો, અફીણની ખેતી કરનારા અંગે CM બીરેન સિંહે કર્યું મોટું એલાન

મણિપુરમાં હિંસાથી ઓછામાં ઓછા 160 લોકોના મોત થયાના અહેવાલ છે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
મણિપુરમાં ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવાયો, અફીણની ખેતી કરનારા અંગે CM બીરેન સિંહે કર્યું મોટું એલાન 1 - image


Manipur Interner Service Restored: પૂર્વોતર રાજ્ય મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારમાં સરકારે લગાડેલા ઈન્ટરનેટ પ્રતિબંધને હટાવી લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી અને કહ્યું હતું કે હિંસા સંબંધિત અફવાઓ ફેલાતા રોકવા માટે ઈન્ટરનેટ(internet) પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો જે પ્રતિબંધ આજથી હટાવવામાં આવ્યો છે.

ખોટી અફવાના કારણે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો હતો : CM

રાજ્યના મુખ્યમંત્રી બીરેન સિંહે(Biren Singh) અફીણની ખેતી(Opium farming) કરનારાઓ માટે પણ કાર્યવાહી ચાલુ રાખવાના સંકેત આપતા કહ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની સાથે મળીને નજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 3જી મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ સતત લોકોના મૃત્યુ અને ખોટી અફવાની માહિતી ફેલાવવામાં આવતી હતી જેના કારણે સરકારે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી સીએમ બીરેન સિંહે કહ્યું હતું કે હું રાજ્યના લોકોને આ સૂચના આપવા માંગુ છુ કે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

કેવી રીતે મણિપુરમાં હિંસા ફાટી નીકળી

મણિપુરનો વૈષ્ણવ મૈતેઈ સમુદાય પોતાને લાંબા સમયથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો હતો. આ માગને સરકારે પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે તેના વિરોધમાં રાજ્યના કુકી સમુદાયે વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનના જવાબમાં મૈતેઈ સમુદાયે પણ વિરોધ કરવાનું શરુ કર્યું હતું. આ સાથે કુકી સમાજ દ્વારા 3 મેના રોજ આદિવાસી એક્તા માર્ચના નામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી.

હિંસામાં 160 લોકોના મોત નિપજ્યા

મણિપુરમાં છેલ્લા ચાર મહિનામાં હિંસાથી ઓછામાં ઓછા 160 લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં સ્થિતિને સામાન્ય રાખવા માટે ભારતીય સેનાના જવાનોને ત્યા તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની પોલીસ સાથે આસામ રાઈફલ્સ અને અન્ય અર્ધલશ્કરી દળો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બે આદિવાસી મહિલાઓનો નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો જેના કારણે દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. વિપક્ષી પક્ષોએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પર મણિપુર હિંસામાં સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News