મણિપુરમાં ફરી હિંસા, મુખ્યમંત્રી બિરેન સિંહના કાફલા પર ઓચિંતો હુમલો, બે સુરક્ષાકર્મી ઘવાયા

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ફરી હિંસા,  મુખ્યમંત્રી બિરેન સિંહના કાફલા પર ઓચિંતો હુમલો, બે સુરક્ષાકર્મી ઘવાયા 1 - image


Manipur News | હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર આવ્યા છે. અહીં મુખ્યમંત્રી એન. બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરી દેવાયાની માહિતી છે. જો કે, સદભાગ્યે મુખ્યમંત્રી કાફલામાં સામેલ નહોતા. 

બે સુરક્ષાકર્મીઓ ઘવાયાની માહિતી 

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર ઓચિંતા હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘટના સોમવારે સવારે બની હતી. મુખ્યમંત્રી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા મંગળવારે કટોકટીગ્રસ્ત જીરીબામ જિલ્લાની મુલાકાત લેવાના હતા. ઘટના બાદ મણિપુર પોલીસ કમાન્ડો અને આસામ રાઈફલ્સે સંયુક્ત ટીમ બનાવી હતી અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

ક્યાં થયો હુમલો? 

ઉલ્લેખનીય છે કે મંગળવારે સીએમ એન.બિરેન સિંહ હિંસાગ્રસ્ત જીરીબામની મુલાકાત લેવાના હતા. આ સંદર્ભે, મુખ્યમંત્રીની આગોતરી સુરક્ષા ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા જીરીબામ જઈ રહી હતી. આ દરમિયાન મણિપુર કમાન્ડોએ સિનમ પાસે ઓચિંતો હુમલો કર્યો. વિશ્વસનીય સૂત્રોએ સંકેત આપ્યો છે કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આવતીકાલે જીરીબામની મુલાકાતે જવાના છે. એટલા માટે તૈયારીનું આકલન કરવા માટે આજે કાફલાને રવાના કરાયો હતો. 

મણિપુરમાં ફરી હિંસા,  મુખ્યમંત્રી બિરેન સિંહના કાફલા પર ઓચિંતો હુમલો, બે સુરક્ષાકર્મી ઘવાયા 2 - image


Google NewsGoogle News