Get The App

કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના 1 - image


Mandsaur Car Accident: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની હતી. નારાયણગઢ પોલીસ વિસ્તારના કાચરિયા ગામમાં એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર વાનમાં જ 10 લોકો સવાર હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ (ઉંમર 40 વર્ષ) નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું.

આ પણ વાંચો: પહલગામ હુમલા બાદ ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય

અકસ્માતમાં કુલ 10 લોકોના મોત

કારમાં કુલ 13 લોકો સવાર હતા. અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ. કૂવામાં પડ્યા બાદ કારમાંથી LPG ગેસ લીક ​​થવા લાગ્યો, જેના કારણે અંદર ફસાયેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો.

બચાવનારે પણ જીવ ગુમાવ્યો

અકસ્માત બાદ એક સ્થાનિક યુવકે કાર સવારોને બચાવવા માટે કૂવામાં કૂદી ગયો પરંતુ ગેસ લીકેજને કારણે તેનો પણ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત નીપજ્યું. યુવકના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે

દુર્ઘટના અંગની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. SDOP,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને SDM સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય', પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ

3 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 

કુવામાંથી એક મહિલા, એક નાની છોકરી અને એક કિશોરીને જીવતી બહાર કાઢવામાં આવી. જેથી સારવાર માટે તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકી અન્ય  લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર તમામ લોકો ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલ તાલુકાના રહેવાસી હતા. તેઓ ઉન્હેલથી નીમુચ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. 

Tags :