Get The App

ભારતમાં નવા ચીત્તાઓના આગમન માટે નવું નેશનલ પાર્ક તૈયાર, દક્ષિણ આફ્રિકાએ રાખી શરત

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ભારતમાં નવા ચીત્તાઓના આગમન માટે નવું નેશનલ પાર્ક તૈયાર, દક્ષિણ આફ્રિકાએ રાખી શરત 1 - image


Gandhi Sagar Wildlife Sanctuary : દક્ષિણ આફ્રિકાએ ભારતને નવા ચીત્તાઓ મોકલવા માટે તૈયારીઓ શરૂ કરી છે, તો ભારતે પણ આ ચીત્તાઓને વસાવવા કૂનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ ઝડપી શરૂ કરી દીધી છે. બીજી તરફ ચીતાઓ મોકલે તે પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારત સમક્ષ શરત રાખી છે અને કહ્યું છે કે, ‘પહેલા નવા નેશનલ પાર્કમાંથી હાલના ચીત્તાઓને બહાર નિકાળવા પડશે.’

દક્ષિણ આફ્રિકાથી લવાનારા ચીત્તાઓને નવું અભ્યારણ્ય મળશે

મળતા અહેવાલો મુજબ ભારતે કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) બાદ હવે મંદસૌર (Mandsaur)ના ગાંધી સાગર અભ્યારણ્ય (Gandhi Sagar Sanctuary)માં પણ ચીત્તાઓ (Cheetahs) વસાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે, ચોમાસાની સિઝન બાદ દક્ષિણ આફ્રિકાથી આવનારા ચીત્તાઓને ગાંધી સાગર અભ્યારણ્યમાં રખાશે.

દક્ષિણ આફ્રિકાના નિષ્ણાંતોએ નવા અભ્યારણ્યમાં નિરિક્ષણ કર્યું

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના નિષ્ણાંતોએ નવા અભ્યારણ્યમાં નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન નિષ્ણાંતોને નવા પાર્કમાં ચીત્તાઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ચીત્તાઓમાં સંક્રમણ ફેલાવાના ખતરાને ધ્યાને રાખી નિષ્ણાંતોએ શરત રાખી છે કે, નવા અભ્યારણ્યમાંથી હાલ રહેતા ચીત્તાઓને બહાર કાઢવામાં આવે. આફ્રિકી નિષ્ણાંતો પાસેથી મળેલા સૂચનો બાદ વન વિભાગે આદેશ જારી કર્યા છે. વન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ જે.એન.કંસોટિયાએ ગાંધી સાગર અભ્યારણ્યમાંથી ચીત્તાઓને અન્યત્રણ ખસેડવા અધિકારીઓને સૂચના આપી છે.

ચીત્તાઓ માટે ગાંધી સાગર અભ્યારણ્ય તૈયાર

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી સાગર અભ્યારણ્યમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચીત્તાઓ માટે આઠ ક્વોરન્ટાઈન વાડા બનાવાયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. ચીત્તોની સારવાર માટે એક મેડિકલ ટીમ પણ તહેનાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ ચોમાસાની સિઝન બાદ શિયાળામાં આફ્રિકાથી ચીત્તોની ખેપ આવશે.

ગાંધી સાગર અભ્યારણ્યના રાવલીકુડીમાં 28 કિલોમીટર લાંબો વાડો બનાવાયો છે, જે 64 વર્ગ કિલોમીટર ફુટમાં ફેલાયેલો છે. ચીત્તાઓને પ્રતિ વર્ગ કિલોમીટર 20 શાકાહારી વન્ય પ્રાણીઓની જરૂર હોય છે, પરંતુ હાલ પ્રતિ વર્ગ કિલોમીટરમાં 15 શાકાહારી વન્ય પ્રાણી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ પહેલા શાકાહારી જંગલી પ્રાણીઓની સંખ્યા પ્રતિ ચોરસ કિલોમીટર વધીને 20 થઈ જશે.

સપ્ટેમ્બર-2022માં નામીબિયાથી લવાયા હતા ચીત્તા

અત્રે એ નોંધનીય છે કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચીત્તાઓનો વસવાટ કરાયો છે. વર્ષ 2022માં 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશા શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આઠ ચીત્તાઓ લવાયા હતા. ત્યારબાદ વર્ષ 2023માં 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી ચીત્તાઓ લવાયા હતા. કૂનો નેશનલ પાર્ક બાદ હવે ગાંધી સાગર અભ્યારણ્યમાં ચીત્તાઓને વસાવાની યોજના છે.


Google NewsGoogle News