'મંદિર વહીં બનાયેંગે...', કોણે લખ્યો હતો આ નારો? જે બની ગયો રામ મંદિર આંદોલનનું પ્રતીક, જાણો 30 વર્ષ પહેલાની રસપ્રદ વાત
6 ડિસેમ્બર, 1992ના રોજ જલાલાબાદમાં કાવ્ય ગોષ્ઠી યોજાઈ હતી. અચાનક માહિતી આવી કે અયોધ્યા મંદિર તોડી પાડવામાં આવ્યું છે
'રામકી કસમ હે હમે, મંદિર વહીં બનાયેંગે..' કવિ વિષ્ણુ ગુપ્તાના મુખેથી સ્વયંભૂ આ પંક્તિઓ નીકળી ગઈ
Mandir wahi banayenge: 6 ડિસેમ્બર, 1992ના રોજ, જલાલાબાદમાં આચાર્ય હૃદયનાથ અગ્નિહોત્રીના નિવાસસ્થાને એક કાવ્ય ગોષ્ઠીનું આયોજન થયું હતું. અચાનક માહિતી આવી કે અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન એસડીએમ તરત જ તેમના વાહન તરફ દોડ્યા, બીજી બાજુ સ્ટેજ પરથી ગર્જના સંભળાઈ... 'રામકી કસમ હે હમે, મંદિર વહીં બનાયેંગે..'આ શબ્દો હતા ઉત્સાહથી ભરપૂર વીર રસ કવિ વિષ્ણુ ગુપ્તાના. તેમના મુખેથી નીકળેલી આ પંક્તિ શ્રી રામ મંદિર ચળવળનું સૂત્ર બની ગઈ. આમ તો નવ વર્ષ પહેલા જ વિષ્ણુ ગુપ્તએ દુનિયા છોડી દીધી હતી, પરંતુ તેમની શપથ 22 જાન્યુઆરીએ પૂરી થવા જઈ રહી છે.
એ સમયે ઘરોમાં સભાઓ અને ગોષ્ઠી યોજાતા
વિષ્ણુ ગુપ્તાના મિત્ર આચાર્ય રામ મોહન મિશ્રા જણાવે છે કે તે દિવસોમાં આંદોલનને વેગ આપવા માટે ઘરોમાં સભાઓ અને સેમિનાર યોજાતા હતા. વિષ્ણુ ગુપ્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કરતા હતા અને જ્યારે પણ સમય મળે ત્યારે કવિતાઓ લખતા હતા.
6 ડિસેમ્બર, 1992 ના રોજ એક કાવ્ય ગોષ્ઠી દરમિયાન, જ્યારે અયોધ્યા વિવાદિત માળખું તૂટી પડવાના સમાચાર આવ્યા ત્યારે તેઓ સ્ટેજ પર કવિતા જ સંભળાવતા હતા. સમાચારના કારણે સ્થળ પર હંગામો થયો પરંતુ વિષ્ણુ ગુપ્ત સ્ટેજ પરથી ખસ્યા નહિ. તેઓ રામકી કસમ હમે…નો જાપ શરુ કર્યો. કાવ્ય ગોષ્ઠી પૂરી થયા બાદ પણ તેમનું મન અશાંત હતુ. તે જ રાત્રે તેમણે ગીત લખ્યું જે પછીથી મંદિર ચળવળમાં લોકપ્રિય બન્યું.
1994 માં બહાર પાડવામાં આવી હતી કેસેટ
થોડા સમય પછી, તેમણે 'સૌગંધ' નામનું શ્રી રામ પર લખેલી અન્ય રચનાઓ સાથે એક પુસ્તકમાં આ ગીતનું સંકલન કર્યું. વર્ષ 1994 માં, એક ગાયકે તેમની પાસેથી પરવાનગી લીધી અને કેટલાક ફેરફારો સાથે ગીત ગાયું, જેની ઓડિયો કેસેટ પણ બહાર પાડવામાં આવી. વિષ્ણુ ગુપ્તાના ગીતની વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ, શ્રી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના પ્રમુખ મહંત અવૈદ્યનાથ, પદ્મશ્રી કવિ વચનેશ ત્રિપાઠી વગેરેએ ખૂબ પ્રશંસા કરી હતી.
22 જાન્યુઆરીએ વિષ્ણુ ગુપ્તાની શપથ પૂરી થશે
વિષ્ણુ ગુપ્તાએ પ્રયાગરાજમાંથી હિન્દી સાહિત્યરત્ન પરીક્ષા પાસ કાર્ય પછી તેમનો લેખનમાં રસ વધ્યો. જેથી તેમણે પુસ્તકોની દુકાન ખોલી અને ત્યાં બેસીને કવિતા લખતા હતા. વિષ્ણુ ગુપ્તાના પુત્ર અજય ગુપ્તા જણાવે છે કે, પિતા અયોધ્યામાં બનેલ શ્રી રામ મંદિર જોવા માંગતા હતા. પરંતુ વર્ષ 2014માં તેમનું અવસાન થયું હતું પણ તેમની શપથ હવે પૂરી થઈ રહી છે.