હિમવર્ષાનો આનંદ લેવા મનાલીમાં લાખો પ્રવાસી ઉમટ્યા, જામ સર્જાતા પોલીસનું આખી રાત ઓપરેશન
Manali Snow Fall: હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે (23 ડિસેમ્બર) ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં કાર ફસાઈ ગઈ હતી. જેમાં પ્રવાસીઓ સોલંગ, અટલ ટનલ, રોહતાંગની વચ્ચે કલાકો સુધી અનેક વાહનો ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ આશરે એકાદ હજાર કાર લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જ્યાર બાદ પોલીસે એક ઓપરેશન શરૂ કર્યું અને જામની સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં મનાલીના જામના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
મુસાફરોએ હિમવર્ષાનો લીધો લ્હાવો
નોંધનીય છે કે, આ પહેલાં શિમલા બરફની ચાદરથી ઢંકાયેલું હતું, જેનાથી શહેરમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું હતું. 8 ડિસેમ્બરે પહેલાં અહીં હિમવર્ષા થઈ હતી, બાદમાં બે અઠવાડિયા પછી ફરી હિમવર્ષા શરૂ થઈ, જેનો મુસાફરોએ આનંદ માણ્યો હતો. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગના ઉત્સાહને પણ ફરી જીવંત થયો છે, જે COVID-19 મહામારીથી થયેલાં નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.