બીમારી એવી કે માણસ સિક્કા ખાવા લાગે છે! ડૉક્ટરે સર્જરી કરી પેટમાંથી 33 Coin કાઢ્યાં
Himachal Pradesh : હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમારવીન શહેરમાં આવેલા એક ખાનગી રેઈન્બો હોસ્પિટલમાં ડૉક્ટર અંકુશે સર્જરી કરીને 33 વર્ષીય યુવકના પેટમાંથી 300 રૂપિયાના 33 સિક્કા કાઢ્યા છે. અને આ સિક્કાનું વજન 247 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ...તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત
ડોક્ટરોએ તેના પેટમાંથી 33 સિક્કા કાઢ્યા
બિલાસપુર જિલ્લાના ઘુમારવીનમાં આવેલી ખાનગી હોસ્પિટલ રેઈનબો હોસ્પિટલમાં એક યુવાનના પેટમાંથી 33 સિક્કા કાઢવામાં આવ્યા છે. યુવકે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેથી તેના પરિવારજનો તેને 31 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડૉક્ટરે યુવાન પર અલગ અલગ ટેસ્ટ કર્યા હતા. એ પછી એન્ડોસ્કોપી કરવામાં આવી જેથી ખબર પડી કે પેટમાં ઘણા સિક્કા છે. તેથી ડૉક્ટરે ઓપરેશન કરીને યુવાનના પેટમાંથી 33 સિક્કા કાઢ્યા હતા.
યુવક સ્કિઝોફ્રેનિયા નામની બીમારીથી પીડિત હતો
ડોક્ટરે આ અંગે વાત કરતાં કહ્યું કે, યુવાનના પેટમાંથી 300 રૂપિયાના કુલ 33 સિક્કા કાઢવામાં આવ્યા હતા. જેમાં બે રૂપિયાના 5 સિક્કા, દસ રૂપિયાના 27 સિક્કા અને વીસ રૂપિયાનો એક સિક્કો કાઢ્યો હતો. ડોક્ટર અંકુશે જણાવ્યું કે આ યુવક સ્કિઝોફ્રેનિયા નામની બીમારીથી પીડિત છે. આ યુવક ઘુમારવીન વિસ્તારનો રહેવાસી છે.
પરિવારે 31 જાન્યુઆરીએ હોસ્પિટલ દાખલ કર્યો હતો
31 જાન્યુઆરીએ યુવકને પેટમાં દુખતુ હોવાની ફરિયાદ કરી હતી. જેથી પરિવારજનોએ તેને ઘુમારવીન શહેરની રેઈન્બો હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં ડોકટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. જે બાદ દર્દીના પેટના સ્કેન દરમિયાન જાણવા મળ્યું કે પેટમાં 247 ગ્રામ વજનના સિક્કા હતા. એ પછી 3 ફેબ્રુઆરીએ ઓપરેશન કરીને આ સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ યુવક સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે, અને તેને સિક્કા ગળવાની આદત છે. તેમણે કહ્યું કે, 'સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ અસામાન્ય રીતે વિચારે છે, મહેસૂસ કરે છે અને વ્યવહાર કરે છે. આ રોગથી પીડિત યુવક સિક્કા ગળવા લાગે છે.