ચીફ જસ્ટિસની સામે જ એક વ્યક્તિએ ચાકૂ વડે પોતાનું ગળું કાપ્યું, હાઈકોર્ટમાં અફરા-તફરી મચી

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ચીફ જસ્ટિસની સામે જ એક વ્યક્તિએ ચાકૂ વડે પોતાનું ગળું કાપ્યું, હાઈકોર્ટમાં અફરા-તફરી મચી 1 - image


Image Source: Twitter

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટના પરિસરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક વ્યક્તિ ચાકૂ લઈને આવ્યો હતો અને મુખ્ય ન્યાયાધીશ નિલય વિપિનચંદ્ર અંજારિયાની સામે કથિત રીતે ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, મૈસુરના રહેવાસી શ્રીનિવાસે કોર્ટ રૂમ નંબર 1ના પ્રવેશદ્વાર પર સુરક્ષા કર્મચારીઓને એક ફાઈલ સોંપી અને કોઈ કંઈ સમજે તે પહેલા જ તેણે ચીફ જસ્ટિસની હાજરીમાં પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેમને બોરિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, અમને ખબર નથી કે તેમણે આટલું મોટું પગલું કેમ ભર્યું. તે કોર્ટ હોલ વનમાં પ્રવેશ્યો અને ચાકૂથી પોતાનું ગળું કાપી નાખ્યું. અમારા સિક્યોરિટી સ્ટાફે આ ઘટના જોતાની સાથે જ તેને તરત બચાવી લીધો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ પરથી કોઈ નોટ નથી મળી.

ચીફ જસ્ટિસ અંજારિયાએ હાઈકોર્ટના પરિસરમાં સુરક્ષા ચૂક પર ચિંતા વ્યક્ત કરી

ચીફ જસ્ટિસ અંજારિયાએ હાઈકોર્ટના પરિસરમાં સુરક્ષા ચૂક પર ચિંતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા લોકોને પૂછ્યું કે તે વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર સાથે કોર્ટ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યો? તેમણે પોલીસને સ્થળ પરથી મળેલા તારણો અને પુરાવાઓ રેકોર્ડ કરવાનો પણ આદેશ પણ આપ્યો છે.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

શ્રીનિવાસે સુરક્ષા કર્મચારીઓને જે ફાઈલની સામગ્રી આપી હતી તે અજ્ઞાત છે અને કોર્ટે કહ્યું કે તે દસ્તાવેજોની તપાસ નહીં કરશે, કારણ કે તેને કોઈ વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં નથી આવ્યા. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અધિકારીઓએ કોર્ટના આદેશ વિના કોઈ દસ્તાવેજ મેળવવા જોઈએ નહીં. પોલીસ હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ શા માટે કર્યો? પોલીસે આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસ ડોક્ટર્સ દ્વરા તેમને સ્વસ્થ જાહેર કર્યા બાદ તેમનું નિવેદન નોંધશે. 


Google NewsGoogle News