ચોંકાવનારો VIDEO: ચાલુ મેચમાં ખેલાડીને મેદાનમાં જ આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Maharashtra News: દેશમાં હાર્ટએટેકથી થતાં મોતની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના જલાનાથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આધેડ ઉંમરના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, મુંબઈ નજીક પાલઘર જિલ્લાના 30 વર્ષીય એક વ્યક્તિનું સોમવારે ક્રિકેટ રમતા સમયે મોત થઈ ગયું.
જો કે, શખસના મોતના કારણ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મૃતકની ઓળક નાલાસોપારા નિવાસી વિજય પટેલ તરીકે થઈ છે.
CRP કામ ન આવ્યું
અધિકારીએ કહ્યું કે, 'ક્રિસમસ ટ્રોફી ટૂર્નામેન્ટ હેઠળ મેચ રમતા સમયે રાત્રે અંદાજિત 11:30 વાગ્યે વ્યક્તિ અચાનક ઢળી પડ્યો. અંદાજ છે કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો. CPR દ્વારા તેને બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ વ્યક્તિને બચાવી શકાયો. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.'
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિત વિજય પટેલ નોન સ્ટાઈક પર ઉભેલા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. પરત ક્રીઝ પર જતા સમયે તે થોડા નર્વસ જોવા મળી રહ્યા છે અને તેઓ ઢળી પડે છે. પટેલને જમીન પર પડતાં જોઈને આસપાસના લોકો બચાવવા માટે દોડે છે, પરંતુ કોઈ ફાયદો ન થયો.