બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ, બિશ્નોઈ ગેંગના નામથી કર્યો હતો મેઈલ
19 ઓક્ટોબરના રોજ 12 વાગ્યે આશ્રમના અધિકૃત ઈમેલ આઈડી પર એક ઈમેલ આવ્યો હતો
ઈમેલમાં 10 લાખ રુપિયાની માંગણી કરી હતી, નહી આપે તો શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
Image Twitter |
તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
બાગેશ્વર ધામના પીઠાધીકારી ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની છત્તરપુર પોલીસે બિહારની રાજધાની પટનાથી ધરપકડ કરી છે. આરોપીએ બાગેશ્વર ધામ આશ્રમના ઈમેલ એડ્રેસ પર લોરેંન બિશ્નોઈ ગેંગના નામે ઈમેલ મોકલ્યો હતો અને 10 લાખ રુપિયાની માંગણી કરી હતી અને જો નહી આપે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીએ લોરેંસ બિશ્નોઈ ગેંગના નામે કર્યો હતો ઈમેલ
આ ઘટના ઓક્ટોબર મહિનાની છે, ગત તા. 19 ઓક્ટોબરના રોજ 12 વાગ્યે આશ્રમના અધિકૃત ઈમેલ આઈડી પર એક મેલ આવ્યો હતો, આ મેલમા 10 લાખ રુપિયાની માંગણી કરવામાં આવી હતી અને જો નહીં આપે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ બાગેશ્વર ધામના મુખ્ય વ્યવસ્થાપન કમિટિના સભ્ય નિશાંત નાયકે બમીઠા પોલીસ થાણામાં ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
પોલીસે આ મામલે ગંભીરતાથી લઈ તેની તપાસ શરુ કરી હતી. જેમા શરુઆતની તપાસમાં સામે આવ્યું કે મામલો શંકાસ્પદ છે, તેથી પોલીસે સાયબર એક્સપર્ટને તેની તપાસ સોપી હતી, અને ઈમેલ મોકલનારની આરોપીની છત્તરપુર પોલીસે બિહારની રાજધાની પટનાથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પુછપરછ શરુ કરી છે કે તેણે કેમ ઈમેલ કર્યો છે તેમજ તેની સાથે બીજી કોઈ છે કે તેની પુછપરછ કરી રહી છે.