TMC નેતાના ઘરેથી મળ્યો અત્યંત સંવેદનશીલ પદાર્થ, એક ગ્રામની કિંમત રૂ.17 કરોડ: DRDOના ગુપ્ત દસ્તાવેજ પણ જપ્ત
DRDO & Radio Active Material: 26 નવેમ્બરના રોજ સેનાએ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાંથી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓની શંકાના આધારે નકસલબાળીના બેલગાછી ચાના બગીચામાંથી ફ્રાન્સિસ એક્કા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની પત્ની તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર નકસલબાળી પંચાયત સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા છે.
આરોપીઓ પાસેથી ગોપનીય દસ્તાવેજો અને રેડિયોએક્ટિવ કેલિફોર્નિયા જપ્ત કર્યા
ધરપકડ દરમિયાન, પોલીસે આરોપીઓ પાસેથી ઘણા ગોપનીય DRDO દસ્તાવેજો અને મોટી માત્રામાં રેડિયોએક્ટિવ કેલિફોર્નિયા જપ્ત કર્યા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે આરોપી પાસે આ વસ્તુઓ કઇ રીતે અને ક્યાંથી આવી તે અંગે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. તેમજ જો આપણે જપ્ત કરાયેલા સામાનની બજાર કિંમત સાથે સરખામણી કરીએ તો રેડિયોએક્ટિવ કેલિફોર્નિયાના એક ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
પોલીસ કરી રહી છે તપાસ
આરોપી પર DRDOના સંવેદનશીલ દસ્તાવેજો અને રેડિયોએક્ટિવ સામગ્રીની દાણચોરીનો આરોપ છે. તેમજ તેની કોઈ વિદેશી સંગઠન સાથે કનેક્શન હોવાની શક્યતાઓ પણ છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પોલીસે તે ઘરને સીલ કરી દીધું છે જ્યાંથી રેડિયોએક્ટિવ સામગ્રી મળી આવી હતી.
Husband of TMC leader caught with secret DRDO documents and radioactive substance
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) November 30, 2024
NUCLEAR MATERIAL FOUND AT TMC NETA’s HOUSE
Dangerous and valuable *nuclear chemical 'Californium' has been recovered from the house of TMC leader Francis Ekka*. The price of this chemical in the… pic.twitter.com/PgiJKc5CoD
આ મામલાની થઇ રહી છે ઝીણવટપૂર્વક તપાસ
આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાની શક્યતાઓ હોવાથી તેની ઝીણવટપૂર્વક તપાસ થઇ રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીનો વિદેશી સંસ્થાઓ સાથે કોઈ સંપર્ક છે કે કેમ જેથી આ કેસની હદનો અંદાજ લગાવી શકાય. ધરપકડ બાદ તપાસની દિશા તેજ કરી દેવામાં આવી છે અને અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવી શકે છે.