આશારામને બળાત્કાર કેસમાં સંડોવતા બનાવટી વીડિઓ અંગે એક શખ્સે માફી માગી : તેની સલામતી કડક બનાવાઈ
- 2013માં જોધપુર આશ્રમમાં બળાત્કાર કરાયો હોવાની મારી પુત્રીએ ખોટી ફરિયાદ કરી હતી : અમોને માફ કરો
શાહજહાંપુર (ઉ.પ્ર.) : બળાત્કારનો કહેવાતો ભોગ બનેલી એક યુવતીના પિતાએ ખોટા આક્ષેપો કરવા માટે માફી માગી હતી. પોતાની મેળે થઇ પડેલા ગોડ મેન આશારામ ઉપર ૨૦૧૩માં જોધપુરમાં એક યુવતી ઉપર બળાત્કાર કરવાના આક્ષેપો થયા હતા, અને તેને પગલે આશારામ આજીવન જેલની સજા પણ થઇ હતી. પરંતુ હવે તે યુવતીએ જ જણાવ્યું હતું કે તેણે ખોટા આક્ષેપો કર્યા હતા.
આ અંગે ઉતારવામાં આવેલા એક વિડીયોમાં તે યુવતીનો પિતા તેમ કહેતો દેખાય છે કે કૃપા કરી અમોને માફ કરો મારી પુત્રીએ ખોટા આક્ષેપો કર્યા હતા કે તે ૧૬ વર્ષની હતી ત્યારે આશારામે તેની ઉપર બળાત્કાર કર્યો હતો.
આ પછી બની રહેલી ઘટનાઓને પગલે પોલીસે તે યુવતીનાં કુુુટુમ્બને ખાસ સલામતી પૂરી પાડી છે. તેના પિતાને પણ સલામતી પુૂરી પાડી છે તેમ એસ.પી.એ જણાવ્યું હતું.
તે સર્વવિદિત છે કે પોતાની મેળે થઇ પડેલાં ગોડ મેન આશારામને બળાત્કારના ગુના બદલ ૨૦૧૮માં જોધપુરની કોર્ટે આજીવન કેદની સજા કરી હતી.