મમતા બેનર્જી-કેજરીવાલે લાલુપ્રસાદના મનસુબા પર પાણી ફેરવ્યું, જેડીયુ અલગ થાય તેવા એંધાણ
લાલુપ્રસાદને બિહારની સત્તા ગુમાવવાનો ડર સતાવવા લાગ્યો
બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર પડી ભાંગવાના એંધાણ
Lok Sabha Election 2024 : ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક ન બનાવતા જેડીયુ જ નહી પરંતુ લાલુપ્રસાદ પણ નારાજ છે. જેડીયુએ પોતાની આગામી રણનીતિ નક્કી કરવા માટે 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. બીજી તરફ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન તૂટવા ને લઈને અફવાઓનું બજાર ગરમ થઇ ગયું છે. હકીકતમાં જેડીયુમાં દબાતા અવાજે ચર્ચા ઉઠી છે કે 'નીતીશ નહીં તો મોદી હી સહી' નીતીશને કોઈ પદ ન મળવાથી લાલુપ્રસાદને એક તરફ બિહારની સત્તા ગુમાવવાનો ડર સતાવવા લાગ્યો છે બીજી તરફ પુત્ર તેજસ્વી યાદવ માટે સીએમ પદ દુર જતું દેખાઈ રહ્યું છે.
લાલુપ્રસાદ પોતાનો મનસુબો પાર પાડવામાં નિષ્ફળ રહ્યા
લાલુ પ્રસાદ યાદવ પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ બેસાડવા માટે સંયોજક પદ પર નીતીશ કુમારને ગોઠવવા માંગતા હતા. જેને કારણે પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચે સારો તાલમેલ રહે પરંતુ લાલુપ્રસાદનો આ દાવ અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીએ મળીને નિષ્ફળ કરી દીધો છે. આ કારણે લાલુપ્રસાદ પોતાનો મનસુબો પાર પાડવામાં નિષ્ફળ રહ્યા છે જેથી નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લાલુપ્રસાદની ઈચ્છા પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસને એકજુથ કરવા માટે આ પ્રસ્તાવ પસાર કરાવવાની હતી કે લોકસભા ચુંટણી બાદ જે નેતાના પક્ષમાં વધારે સાંસદ હશે તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. લાલુપ્રસાદ પ્રાદેશિક પક્ષોમાં આશા બંધાવી રાખવા માંગતા હતા કે તેમનો નેતા પણ પીએમ બની શકે છે. આ ભરોસો જાળવી રાખવાની તેમની ઈચ્છા હતી.
બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર પડી ભાંગવાના એંધાણ
લાલુપ્રસાદની ઈચ્છા હતી કે નીતીશકુમાર વિપક્ષી દળોના ગઠબંધનના મુખ્ય સુત્રધાર રહે. એટલે માટે તેમણે સંયોજક પદ આપવું જોઈએ. બીજી તરફ ચુંટણી બાદ જીતેલા સાંસદ જેને પ્રધાનમંત્રી પસંદ કરવા ઈચ્છે તેને પીએમ બનાવવા માટે સ્વતંત્ર થઇને ચુંટણી કરે,પરંતુ લાલુ પ્રસાદનો આ ખેલ કેજરીવાલ અને મમતા બેનર્જીએ નિષ્ફળ બનાવી દીધો હતો. આ કારણથી જેડીયુ લોકસભા ચુંટણી અગાઉ ઇન્ડિયા ગઠબંધનથી અલગ માર્ગ અપનાવશે તો તેનું સીધું નુકશાન આરજેડીને થવાનું છે. બીજી તરફ બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર પડી ભાંગવાના એંધાણ પણ છે. આ સંજોગોમાં જેડીયુને લઈને વિવિધ અનુમાન સામે આવી રહ્યા છે. આરજેડી માટે લોકસભા વધુમાં વધુ બેઠકો જીતવા ઉપરાંત તેજસ્વી યાદવના મુખ્યમંત્રી બનવાના માર્ગમાં પણ ગંભીર અડચણો જોવા મળી રહી છે.