મમતા ભત્રિજા અભિષેકને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનાવશે? સિનિયર નેતાની સોશિયલ પોસ્ટે જગાવી ચર્ચા
અભિષેક બેનરજીએ નાની ઉંમરે નેતૃત્વ ક્ષમતા સાબીત કરી છે
ટીએમસી નેતાની સોશિયલ મીડિયા પોસ્ટને વિપક્ષોએ પરિવારવાદ ગણાવ્યો
કોલકાતા,૮ નવેમ્બર,૨૦૨૪,શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં એક ચક્રી શાસન ધરાવતા મમતા બેનરજીના રાજકિય ઉતરાધિકારી અભિષેક બેનરજીને માનવામાં આવે છે. મમતા બેનરજી ભત્રિજા અભિષેકને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનાવવા અંગે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ અભિષેકના જન્મદિને તુણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સિનિયર નેતા કુણાલ ઘોષે આ ચર્ચા જગાવી છે.ઘોષે ફેસબુક પર એક પોસ્ટ લખીને જણાવ્યું છે કે અભિષેક બેનરજીએ ખૂબજ નાની ઉંમરે પોતાની નેતૃત્વ ક્ષમતા સાબીત કરી છે. હું રાજનીતિમાં સક્રિય રહું કે ના રહું આ ઉભરતા સિતારાને ખૂબ નજીકથી જોઇશ.
મેં વર્ષો સુધી મમતા બેનરજીને નેતૃત્વ કરતા જોયા છે હવે હું અભિષેકને ઉભરતો જોઇ રહયો છું. તે સમયની સાથે વધુ પરિપકવ સાબીત થઇ રહયા છે. આધુનિક ટેકનોલોજી, પ્રોધોગિકીની સાથે જોશનું મિશ્રણ કરીને કામ કરે છે. પોતાની જે સ્કિલ છે તેને યોગ્ય રીતે ચમકાવી છે. અભિષેક એક દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે અને તુણમૂલ કોંગ્રેસને એક નવા જ યુગમાં લઇ જશે. તે મમતા બેનરજીની ભાવના અને વિરાસતનું પ્રતિક છે.
જો કે ઘોષની આ નિવેદન પોસ્ટની ભાજપ અને ડાબરી પક્ષોએ ટીકા કરી છે.ભાજપના પ્રવકતા સમિક ભટ્ટાચાર્યએ ટીએમસીને લોકોની નહી પાર્ટી નહી પરંતુ પારિવારિક વ્યવસાય ગણાવી છે. જેઓ મુખ્યમંત્રી પદને વારસાની જેમ સોંપવાની તૈયારી કરી રહયા છે. પશ્ચિમ બંગાળના લોકો આવી વંશવાદી પ્રવૃતિઓથી કંટાળી ગયા છે. લોકો સાચા અર્થમા વાસ્તિવક લોક પ્રતિનિધિની શોધમાં છે.
માકપાના નેતા સુજન ચક્રવર્તીએ ટીએમસી પર પરિવારના સદસ્યોને મહત્વ આપીને પાયાના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસી લોકોની પાર્ટી હોવાનો દાવો કરે છે પરંતુ સમયાંતરે સત્તા પરિવારના હાથમાં જ રાખવાનું વલણ ધરાવતી રહી છે. પાર્ટીને સફળ બનાવવા મથનારા કાર્યકર્તાઓને આ પ્રકારના નિવેદનો હતાશ કરે છે.